વડતાલ મંદિર મહોત્સવ – શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થઘામ વડતાલ ખાતે આગામી 7 નવેમ્બર થી 15 નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્રિશતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામ ધૂમથી ઉજવાશે. દેશ-વિદેશશી વડતાલ મંદિરના લાખો હરિભગતો સમૈયામાં ભાગ લેવા પઘારશે. તો ચાલો જાણીએ તારીખ પ્રમાણેના કાર્યક્મની રૂપરેખા અંગે
તારીખ 7 નવેમ્બરના રોજ સવારે 8 કલાકે વલટેવા ચોકડીથી મહોત્સવ પરિસર સુઘી વિશાળ પોથીયાત્રા યોજાશે. આ પોથીયાત્રા – કળશયાત્રા સવારે 10.30 કલાકે વડતાલ સભામંડપ ખાતે પધારશે જ્યા 200 ભૂદેવ વિદ્યાર્થીઓ દ્રારા શંખનાદ કરવામાં આવશે, સવારે 11 વાગ્યે દીપ પ્રગાટય સાથે મહોત્સવનુ ઉદ્ઘાટન કરાશે,
તારીખ 8 નવેમ્બરના રોજ 5.30 કલાકે ઘનશ્યામ પ્રાગટયોત્સવ યોજાશે.
તારીખ 9 નવેમ્બરના રોજ સવારે 5.30 કલાકે સર્વ શાખા વેદ પારાયણનો પ્રારંભ નંદસંતોની ધર્મશાળા ખાતે યોજાશે તેમજ બપોરે 12.00 થી 3 સુધી મહિલા મંચ યોજાશે. સાંજે 5 વાગે જપાત્મક અનુષ્ઠાનવી પુર્ણહુતિ મંદિર પરિસર ખાતે યોજાશે,
તારીખ 10 નવેમ્બરના રોજ સુક્તમ અનુષ્ઠાન હોમાત્મક યજ્ઞનનો પ્રારંભ સવારે 8 કલાકે મંદિર પરિસર ખાતે
તારીખ 11 નવેમ્બરના રોજ સાંજે 4 વાગે વડતાલ આગમન ઉત્સવ અને સાંજે 5.30 કલાકે જેતપુર શ્રી હરિ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ મંદિર પરિસર ખાતે યોજાશે
તારીખ 12 નવેમ્બરના રોજ સવારે 7 થી 10 અક્ષરમૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામિના આસને સંત દિક્ષા કાર્યક્રમ તેમજ 9 થી 12 મંદિર પરિસરમા સુકામેવાનો અન્નકુટ
તેમજ 3.30 થી 7.30 કલાકે મંદિર પરિસરમા હાટડી ભરવામાં આવશે, સાંજે 4 વાગે વડતાલ ગોમતીજી બેન્ડવાજા,ડીજે ના તાલે ગોમતીજી સુઘી ભવ્ય જળયાત્રા જે ફકત યજમાન માટે રહેશે,
તારીખ 13 નવેમ્બના રોજ સવારે 6 વાગે પાટોત્સવ અભિષેક , સવારે 10.30 કલાકે વંઢમા નૂતન સંત દિવસનુ ઉદ્ધાટન , સવારે 10 કલાકે વડતાલ મંદિરમા અન્નકુટ દર્શન સાજે 5.30 કલાકે વડતાલ પુષ્પદોલોત્સવ મહોત્સવ યોજાશે
તારીખ 14 નવેમ્બના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
તારીખ 15 નવેમ્બરના રોજ બપોરે 12 કલાકે મહોત્સવની પુર્ણહુતી