વડતાલમાં કાર્તકી સમૈયાનો પ્રારંભ. મંગળવારે બપોરે ગોમતીજી થી ભવ્ય પોથીયાત્રા નીકળી હજ્જારો હરિભક્તો જોડાયા

By: nationgujarat
21 Nov, 2023

વડતાલઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભાર્શીવાદથી કારતક સુદ નોમ થી કારતક સુદ પુનમ સુધી કાર્તિકી સમૈયાનો દબદબાભેર પ્રારંભ થયો હતો. કારતક સુદ નોમને મંગળવારે બપોરે ૩ઃ૦૦ કલાકે શ્રીગોમતીજી થી વાજતે ગાજતે નીકળી નીજમંદિર કથામંડપ ખાતે પહોંચી હતી. પોથીયાત્રામાં બે બગીઓ, બે ઉંટગાડી, શણગારેલ ટ્રેક્ટર, બે બળદગાડી તથા મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. વડતાલ મંદિર કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિતોને કાર્તકી અને ચૈત્રી સમૈયામાં વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ આયોજીત કાર્તિકી સમૈયાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. સાત દિવસીય સમૈયા અંતર્ગત શ્રીમદ્‌ સત્સંગિજીવન કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તાપદે સ.ગુશ્રી નીલકંઠચરણદાસજી સ્વામી (ગાદીસ્થાન – જેતપુર) તથા શા.અચલસ્વરૂપદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે. જેનો કથાનો સમય દરરોજ સવારે ૮ઃ૩૦ થી ૧૧ઃ૩૦ અને બપોરે ૩ઃ૩૦ થી ૬ઃ૩૦ સુધી રાખેલ છે. આ સમૈયા દરમ્યાન વડતાલ મંદિરમાં બિરાજમાન દેવોનો ૧૯૯ મો વાર્ષિક પાટોત્સવ કારતક સુદ બારશને શુક્રવારના રોજ સવારે અભિષેક યોજાશે. મંગળવારે બપોરે શ્રી ગોમતીજી થી નીકળેલ પોથીયાત્રામાં કથાના યજમાન અને વડતાલ મંદિરના પૂર્વ ટ્રસ્ટી અ.નિ.ગણેશભાઈ ડુંગરાણીની પુણ્યસ્મૃતિમાં હસ્તે હીરાભાઈ લવજીભાઈ ડુંગરાણી, નાથુભાઈ લવજીભાઈ ડુંગરાણી પરિવારના મહિલા સભ્યોએ મસ્તકે પોથીયાત્રા લઈ વાજતે ગાજતે કથામંડપે પહોંચ્યા હતા. આ પ્રસંગે મોહનપ્રસાદદાસજી સ્વામી – ધોરાજી, બાલકૃષ્ણ સ્વામી – અમદાવાદ ગુરૂકુલ , નૌતમપ્રકાશ સ્વામી – સત્સંગ મહાસભા પ્રમુખ – પ્રભુચરણ સ્વામી વગેરે પ્રાસંગિક ઉદ્ બોધન કર્યુ હતુ.અને મોટી સંખ્યામાં સંતો મહંતો રાજી થયા હતા. વડતાલ સંસ્થાન વતી મહોત્સવના આયોજક ચેરમેન પૂ.દેવપ્રકાશ સ્વામી છે. સમગ્ર કાર્તિકી સમૈયાની ઉત્સવ વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી સંભાળી રહ્યા છે.


Related Posts

Load more