શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિતે આરોગ્યલક્ષી સેવાઓ કેન્સર તથા દિવ્યંગોને કુત્રિમ હાથ – પગ ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ 7 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી બહેનોમાં વધતા બ્રેસ્ટ કેન્સરના રોગોનું નિદાન કરવા ગોકુલધામ નાર દ્વારા નિઃશુલ્ક રૂપે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અકસ્માતમાં તથા જન્મજાત દિવ્યાંગ લોકો માટે નિઃશુલ્ક હાઈઅમેરિકન ટેકનોલોજી દ્વારા નિર્મિત હાઇટેક પ્રોસ્થેટિક લીમ્સ કૃત્રિમ હાથ – પગ અર્પણ કરી દિવ્યાગોને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ આત્મનિર્ભર ભારતને સાકાર કરવાનો પ્રયાસ કરેલ છે. અત્રે ઉલ્લખનીય છે કે નાર ગુરુકુળ દ્વારા અત્યાર સુધીમાં 35 હાઇટેક પ્રોસ્થેટિક લીમ્સ ના કેમ્પ યોજાયા હતા જેમાં 1827 દિવ્યાંગોએ લાભ લીધો હતો. જ્યારે વડતાલ લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં તારીખ નવ અને દસ નવેમ્બરના રોજ વડતાલ ખાતે 36 મો કેમ્પ યોજાયો હતો જેમાં 44 દિવ્યાંગોએ લાભ લીધો હતો અને તેઓના હાથ – પગનું માપ લેવામાં આવ્યું હતું જ્યારે અગાઉ માપ આપી ચૂકેલા 65 દિવ્યાંગોને હાઇટેક પ્રોસ્થેટિક લીમ્સ આપવામાં આવ્યા હોવાનું નાર ગુરુકુળના પ્રણેતા શુકદેવ સ્વામીએ જણાવ્યું હતું