ઉત્તરાખંડ, 21 મે: ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. 10 મેના રોજ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ખોલવામાં આવ્યા હતા. 12મી માર્ચે બદ્રીનાથના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા. ત્યારથી સતત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જઈ રહ્યા છે. ત્યારે હવે ચારધામ યાત્રા પર જતા યાત્રિકોએ નોંધ લેવી જોઈએ કે, રાજ્યના મુખ્ય સચિવ રાધા રતૂરીએ ચારધામ મંદિરના 50 મીટરની અંદર વીડિયો કે રીલ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત મંદિરમાં VIP દર્શન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો
11 દિવસમાં કુલ 7,23,163 શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કરી ધન્યતા અનુભવી છે. સૌથી વધુ કેદારનાથ ધામમાં 3,19,193 ભક્તોએ દર્શનનો લહાવો લીધો છે. જ્યારે રજીસ્ટ્રેશનની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 30,17,275 શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. આમાંથી સૌથી વધુ કેદારનાથ માટે રજીસ્ટ્રેશન થયું છે.
ગુજરાતથી ચારધામ કરવા ગયેલ અમદાવાદના કુણાલ ભાવસાર અને તેમના પરિવારજનોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડયો હતો. તેમણે નેશન ગુજરાતને જણાવ્યું કે, ચારધામ યાત્રીઓને કષ્ટદાયી યાત્રાનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર પાસે યાત્રાળુ ની મુશ્કેલી દુર કરવાની કોઈજ વ્યવસ્થા નથી. અનેક યાત્રાળુ હજારો લાખો રૂપિયા ખર્ચી ને પણ યાત્રા સ્થળે જેમકે યમુનોત્રી, ગંગોત્રી,શ્રી કેદારનાથ અને બદ્રીનાથ મંદિર ના દર્શન થી પણ વંચિત રહે છે.18 કલાક બસ ટ્રાવેલ્સ, ટેમ્પો ટ્રાવેલ, ઇનોવા, બોલેરો ગાડી અને પ્રાઇવેટ કારો મા યાત્રી ઓ ફસાણા અને હરીદ્વાર થી ઉત્રકાશી હેમખેમ પોંહચી ને યાત્રી ફાટા ગામ થી ટ્રાફિક ના લીધે યાત્રા ના પ્રારંભ સ્થળ ગૌરીકુંડ 19 કિલોમીટર દૂર થી પગપાળા પ્રારંભ કરી રહ્યા છે. ગૌરીકુંડ થી પગપાળા 22 કિલોમીટર દુર અને 11750 ફુટ હાઇટ ઉપર આવેલ બાબા કેદારનાથ ધામ પોહચવા માટે યાત્રી ઓ તોબા પોકારી જાય છે. બાબા કેદારનાથ ના દર્શન પાંચ પ્રકારની યાત્રા થી કરી શકાય છે પગપાળા યાત્રા, પીઠું યાત્રા, ડોલી યાત્રા, ખચર યાત્રા અને હેલિકોપ્ટર થી દર્શન કરવા માટે અનેક સમસ્યા નો સામનો કરવો પડે છે. ખચર અને ડોલી ના લીધે પગપાળા યાત્રિકો ને ખુબજ મુશ્કેલી પડે છે. યાત્રિકો ટ્રાફિક અને ભીડના લીધે યાત્રા પુર્ણ કરી શકતા નથી. સરકારે યાત્રીકો માટે તાત્કાલીક ઘોરણે વ્યવસ્થા કરવી જોઇએ.
.