મહાકુંભમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો, 20 જેટલા ટેન્ટ બળીને ખાખ, મુખ્યમંત્રી યોગીએ ઘટનાને લઈને સંજ્ઞાન લીધું

By: nationgujarat
19 Jan, 2025

Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. એવામાં મહાકુંભના સેક્ટર 19 નગરમાં ટેન્ટમાં ભીષણ આગની ઘટના બની હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું હતું. ફાયર વિભાગની શાનદાર કામગીરીને લઈને ટૂંક જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં લાગી હતી આગ

મળતી માહિતી મુજબ, મહાકુંભમાં સેક્ટર 19માં ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં આગ લાગી હતી. ભીષણ આગની ઘટનાથી 20 થી 25 ટેન્ટ બળી ગયા છે. ટેન્ટમાં મૂકવામાં આવેલાં સિલેન્ડર સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતાં. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુંં. આ આગ અખાડાથી આગળ રસ્તા પર લોખંડના બ્રિજ નીચે લાગી હતી. હાલ, ફાયર વિભાગ આગ પર દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે.નોંધનીય છે કે, હવા તેજ હોવાના કારણે આગ વધુ ફેલાય તેવું જોખમ હતું. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે નથી આવી.


Related Posts

Load more