મહાકુંભથી ઉત્તર પ્રદેશની તિજોરી છલકાઈ, CM યોગીએ કહ્યું, કેટલી થઈ કમાણી?

By: nationgujarat
14 Feb, 2025

ઉત્તર પ્રદેશના મુખ્મયંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના અનેરા ઉત્સાહ વચ્ચે આજે એક મહત્ત્વની જાહેરાત કરી છે. સીએમ યોગીએ મહાકુંભમાં અત્યાર સુધીમાં કેટલા શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી? કુંભના કારણે ઉત્તર પ્રદેશને કેટલી કમાણી થઈ? તેની જાહેરાત કરી છે.

પ્રયાગરાજમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ રોડ માર્ગે આવ્યા

વાસ્તવમાં સીએમ યોગી લખનઉમાં ફ્લાઈ ઓવર લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું કે, ‘લખનઉના વિકાસમાં રાજનાથ સિંહનું સકારાત્મક માર્ગદર્શન મળ્યું. લખનઉમાં તમામ વિકાસ કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. લખનઉમાં એરો સિટી ઉપરાંત AI સિટીના રૂપે આગળ વધારવામાં કામ કાર્ય ચાલી રહ્યું છે.’ તેમણે મહાકુંભનો ઉલ્લેખ કરી કહ્યું કે, પ્રયાગરાજમાં રોડ માર્ગે સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. રેલવે અને એરપોર્ટ પર પણ શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી માત્ર ડબલ એન્જિન સરકારમાં જ સંભવ છે.

50 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી

તેમણે કહ્યું કે, ‘દેશના 110 કરોડ હિન્દુઓમાંથી 50 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી છે. મહાકુંભ સંબંધીત તમામ પ્રસ્તાવો નીતિન ગડકરીએ સ્વિકાર્યા છે. મારી કેબિનેટે પણ 22 જાન્યુઆરીએ મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી હતી. શાસ્ત્રીય બ્રિજ પાસે વધુ એક બ્રિજ બનાવવો ખૂબ જરૂરી છે.’

મહાકુંભ : 15 હજાર કરોડનો ખર્ચ, ત્રણ લાખ કરોડનો લાભ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓ મહાકુંભ અંગે સૌથી મહત્ત્વની જાહેરાત કરતા કહ્યું કે, ‘મહાકુંભમાં 50થી 55 કરોડ શ્રદ્ધાળુઓ આવતા ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાને ત્રણ લાખ કરોડનો લાભ થશે. મહાકુંભના નામે જાહેર કરાયેલા બજેટથી માત્ર મહાકુંભ જ નહીં પ્રયાગરાજની સુંદરતામાં પણ વધારો થધયો છે. 144 વર્ષ બાદ યોજાનારા મહાકુંભ પાછળ 15 હજાર કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે, જેની સામે ત્રણ લાખ કરોડનો લાભ થયો છે.


Related Posts

Load more