અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઇને કોઇ કારણો સર ચર્ચામા રહેતા હોય છે હાલમા જ તેમણે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઇ નિવેદન કર્યુ હતું કે અમેેરિકાની મધ્યસ્થતાની મદદ થી ભારત અને પાકિસ્તાને સિઝફાયર કરવાનો નિર્ણય કર્યો છે અને ફરી આ નિવેદન તેમણે તેમના મધ્ય પુર્વના પ્રવાસમા પણ કર્યો. સાઉદી અરબીયામાં તેમણે એક એવા નેતા સાથે મુલાકાત કરી હતી જેની ઉપર અમેરિકાએ કરોડો રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. અમેરિકાએ એ જ નેતાને પહેલા આતંકવાદી જાહેર કરી જેલ પણ મોકલ્યો હતો અને હવે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે આતંક મદ્દે યુટર્ન કેમ લઇ લીધો તેની ચર્ચા રાજકીય પંડિતો કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ મામલે સૌ જાણે છે કે તે વાહવાહી લુટવા ગમે તે નિવેદન કરી લે છે. આખી દુનિયા જાણે છે કે ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન પાકિસ્તાન ઘુટણીયે આવીને સમધાન માટે પોતે સામેથી હાથ લંબાવ્યો હતો અને ભારતે બડપ્પન દેખાડીને પાકિસ્તાન પર આવેલી ઘાત દુર કરી. આ જગ જાહેર છે પણ… માન ન માન મે તેરા મહેમાન…. ની જેમ સરપંચ બનીને ટ્રમ્પ સામે આવી ગયા. ટ્રમ્પને મીડિયામા છવાઇ રહેવાનો એક નશો છે … પછી ભલે અમેરિકાનું નુકશાન પણ કેમ ન થાય. ભારત ડોનાલ્ડ ટ્રમ્પની ફિતરત સારી રીતે જાણે છે એટલે જ વિદેશ મંત્રાલયના પ્રવકતા રણઘીર જાયસ્વાલે ભારતનો પક્ષ રાખી સ્પષ્ટ કહી દીધું હતું કે 10 તારીખે ભારતે હુમલો કરતા અમેરિકા અને ભારત વચ્ચે ફકત સૈન્યની સ્થિતિને લઇ વાતચિત થઇ હતી જેમા કોઇ પણ વેપારને લઇ ચર્ચા કરવામાં આવી જ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયા સામે ભારતનો સાચો મિત્ર હોવાનો દાવો કરે છે પરંતુ તેમની કાર્યપદ્ધતિ એક દુશ્મન જેવી છે જેનો પુરવો સાઉદી અરબિયામાં તેમણે જે આતંકી સાથે હાથ અને ગરમજોશીથી ગણે મળ્યા તે છે. ડોનાલ્ડ ટ્રમ્પ સિરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શારા સાથે મુલાકાત કરી હતી. મહત્વની વાત તો એ છે કે વર્ષ 2017માં અમેરિકાએ મોહમ્મદ અલ જુલાની ઉપર 10 મિલિયન ડોલર નું ઇનામ જાહેર કર્યુ હતું. વર્ષ 2006મા અમેરિકાની સેનાએ તેની ધરપકડ પણ કરી અને 5 વર્ષ અમેરિકાની જેલમા પણ રહ્યો. અલ -શારા 21 વર્ષની ઉમંરે જ અલકાયદા સાથે જોડાયો હતો અને બગદાદીનો ધણો નજીકના સબંધ ઘરાવતો હતો. સિરિયામા તેણે પોતાનું સંગઠન બનાવ્યું અને સિરિયા પર તેણે કબ્જો કરી લીઘો અને રાષ્ટ્રપતિ બન્યો.
જે વ્યક્તિને અમેરિકા આંતકવાદી માનતુ રહ્યુ તેને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેમ ગણે લગાવ્યા. શું ટ્રમ્પ દક્ષિણ એશિયાને આંતકની આગમાં સામેલ કરવા માંગે છે અને આ સવાલ એટલા માટે થાય છે કારણ કે ટ્રમ્પે સિરિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાતમા આદેશ આપ્યો હતો કે સિરિયાઇ ક્ષેત્રથી તમામ વિદેશી નાગરીકતા વાળા આંતકવાદીઓને બહાર કાઠે જેમાથી મોટાભાગના આઇએસઆઇ ના આતંકીઓ છે અને પાકિસ્તાનને આઇએસઆઇના આતંકીઓ સાથે સિધો સંપર્ક છે અને પાકિસ્તાન તેને પ્રોત્સાહન આપી રહ્યુ છે તેનાથી ભારતને ખતરો છે. સિરિયાથી વેદશી આતંકી છોડવામાં આવે તો પાકિસ્તાન તેને શરણ આપશે.