Related Posts
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું ગુરુવારે સવારે AIIMSમાં નિધન થયું હતું. સવારે 9.28 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સિંધિયા પરિવારની રાજમાતા છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી AIIMSમાં વેન્ટિલેટર પર હતા.માધવી રાજે છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ન્યુમોનિયા તેમજ સેપ્સિસથી પીડિત હતા. તાજેતરમાં, ત્રીજા તબક્કાના મતદાન (ગુના લોકસભા) પહેલા, બગાડતા તેમને દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં તેમના મૃત્યુ બાદ માધવી રાજેના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મધ્ય પ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવશે.