UKમાં ભણવા કે નોકરી કરવા જતાં ભારતીયોને ઝટકો! જાન્યુઆરીથી લાગુ થશે વિઝાના નિયમ

By: nationgujarat
24 Dec, 2024

UK Visa Rules: બ્રિટનમાં ભણવાની યોજના બનાવી રહેલા લોકો માટે માઠા સમાચાર છે. બ્રિટન સરકારે નવા વર્ષથી સ્ટુડન્ટ અને વર્ક વિઝા માટે માસિક ખર્ચ મર્યાદા વધારી દીધી છે. જાન્યુઆરી, 2025થી ભારતથી બ્રિટન અભ્યાસ તથા કામ અર્થે જતાં લોકોએ હવે તેમના એકાઉન્ટમાં 11 ટકા વધુ રકમ બચત સ્વરૂપે બતાવવી પડશે.

બ્રિટિશ સરકારે આવાસ, અને અર્થવ્યવસ્થા પર ઈમિગ્રેશનની અસર ઘટાડવાના ઉદ્દેશ સાથે ફંડની મર્યાદા વધારવા નિર્ણય લીધો છે. કોવિડ મહામારી બાદ બ્રિટનમાં મોટી સંખ્યામાં લોકો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. વર્ક વિઝા પર સરળ થતાં મોટી સંખ્યામાં ભારતીયો યુકે વર્ક વિઝા મેળવ્યા છે. જેથી ઈમિગ્રેશનના ધસારાની અર્થવ્યવસ્થા પર અસર ન થાય તે હેતુ સાથે નવી નીતિ ઘડવામાં આવી છે. જેમાં હવે વિઝા માટે બતાવવામાં આવતાં ફંડની રકમ 11 ટકા વધારાઈ છે.

સ્ટુડન્ટ વિઝા માટે નવી શરતો2 જાન્યુઆરી, 2025થી બ્રિટનમાં સ્ટુન્ટ વિઝા મેળવનાર વિદ્યાર્થીઓએ સાબિત કરવુ પડશે કે, તેમની પાસે રહેવા-ખાવા અને વપરાશ માટે પર્યાપ્ત ફંડ છે. લંડનમાં અભ્યાસ માટે વિદ્યાર્થીએ એકાઉન્ટમાં દરમહિને 1483 પાઉન્ડ (રૂ. 1.5 લાખ) દર્શાવવા પડશે. લંડનની બહારના શહેરોમાં અભ્યાસ માટે 1136 પાઉન્ડ (રૂ. 1.2 લાખ)ના હિસાબે ફંડ દર્શાવવુ પડશે. જેથી લંડનમાં એક વર્ષના માસ્ટર પ્રોગ્રામ માટે 9 મહિનાના ખર્ચ સમાન અર્થાત 13347 પાઉન્ડ (રૂ. 14 લાખ) અને લંડનની બહાર માસ્ટર પ્રોગ્રામ માટે 10224 પાઉન્ડ (રૂ. 11 લાખ)નું ફંડ દર્શાવવાનું રહેશે. વિઝા માટે અરજી કરતી વખતે આ ફંડ તમારા એકાઉન્ટમાં ઓછામાં ઓછા 28 દિવસ સુધી જમા હોવુ જોઈએ.

સ્કિલ વર્કર્સ માટે નવી શરતો

પ્રથમ વખત સ્કિલ્ડ વર્કર વિઝા માટે અરજી કરતાં લોકોએ 38700 પાઉન્ડ (રૂ. 41 લાખ)ની વાર્ષિક આવક દર્શાવવાની રહેશે. જેમાં રહેવા-ખાવા-પીવા અને ઘરનું ભાડું સામેલ છે. વધુમાં હોમ ઓફિસ પાસેથી માન્યતા પ્રાપ્ત યુકેની કંપની પાસેથી સ્પોન્સરશિપ લેટર પર રજૂ કરવાનો રહેશે. જો કોઈ કંપની સ્પોન્સર ન કરે તો વિઝા અરજી કરતાં પહેલાં આ રકમ 28 દિવસ સુધી ખાતામાં જમા બતાવવાની રહેશે.

વિઝા એપ્લિકેશન ફીમાં પણ વધારો

ટુરિસ્ટ, ફેમિલી, સ્પાઉસ, બાળક અને સ્ટુડન્ટ વિઝા સહિત અનેક પ્રકારના વિઝાની એપ્લિકેશન ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જો કે, દિવ્યાંગ, સંભાળ લેનાર કેર ટેકર, હેલ્થ સર્વન્ટ, સેના સહિત અમુક ખાસ સ્કિલ્ડ ધરાવતા લોકોને તેમાં રાહત મળશે.


Related Posts

Load more