અનંતની ઘડિયાળે ઝકરબર્ગને અચંબિત કર્યા:માર્કની પત્ની પ્રિસલાએ ઘડિયાળના વખાણ કરતા કહ્યું, કે….

By: nationgujarat
04 Mar, 2024

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં દુનિયાભરની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. દેશ અને દુનિયામાંથી આવનારા મહેમાનોને કારણે દુનિયાભરના મીડિયાનું ધ્યાન અહીં જ હતું. આ ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેરેમનીનો છેલ્લો દિવસ રવિવારે (3 માર્ચ, 2024) હતો અને બિલ ગેટ્સ, ઇવાન્કા ટ્રમ્પ, લક્ષ્મી મિત્તલ, ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ જેવા દિગ્ગજ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતુ હાલ તો એક વીડિયો સોશિયલ મીડ્યમ ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.જેમાં Meta CEO માર્ક ઝકરબર્ગનું નામ પણ સામેલ છે. આ દરમિયાન આ ફંક્શનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં અનંત અંબાણી, આકાશ અંબાણી અને ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ તેમની પત્ની પ્રિસલા સાથે ઉભા જોવા મળ્યા હતા. માર્ક અને તેની પત્ની પ્રિસલા અનંત અંબાણી સાથે વાત કરતા જોવા મળ્યા હતા. અનંત સાથે વાત કરતી વખતે અચાનક ઝકરબર્ગની પત્નીની નજર અનંત અંબાણીની ઘડિયાળ પર પડી અને તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તે અનંતને ઘડિયાળ વિશે ઘણું પૂછતી પણ જોવા મળી હતી. ઝકરબર્ગ અને તેની પત્નીએ અનંત પાસેથી ઘડિયાળ વિશે માહિતી લીધી. અનંતે એક ઘડિયાળ પહેરી હતી.

આ ઘડિયાળની અંદાજિત કિંમત 14 કરોડ રૂપિયા છે. ઈન્ડિયન હોરોલોજીના ઈન્સ્ટાગ્રામ પેજ મુજબ, આ ઘડિયાળમાં રિવર્સિબલ કેસ, ઈન્ડિપેન્ડન્ટ ડાયલ અને છ પેટન્ટેડ ઈનોવેશન જેવી ઘણી સુવિધાઓ છે. રિપોર્ટ અનુસાર, આ સ્પેશિયલ એડિશન ઘડિયાળ કિંમતી હીરા અને નીલમણિથી જડેલી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આ કપલને અનંત અંબાણીની મોંઘી ઘડિયાળ જોઈને આશ્ચર્યચકિત જોઈ શકાય છે. ક્લિપમાં ચાન અનંતની ઘડિયાળના વિશે વાત કરે છે. આનાથી કરોડોની કિંમતની રિચર્ડ મિલે ટાઈમપીસ વિશે ચર્ચા શરૂ થઈ છે.

આવો જાણીએ શું વાતચીત થઇ હતી
પ્રિસિલા વીડિયોમાં કહે છે કે “તમારી ઘડિયાળ અદભુત છે. તે ખૂબ સરસ છે. વાહ,” આ બાદ માર્ક કહે છે કે, “હા, મેં તેને પહેલેથી જ કહ્યું હતું.”
પ્રિસિલાએ મેકર વિશે પૂછ્યું હતું, જેના જવાબમાં અનંતે કહ્યું, ichard Mille

આ બાદ પ્રિસિલાએ કમેન્ટ કરી હતી કે, તમને ખબર છે કે હું ક્યારે પણ ઘડિયાળ લેવા ઇચ્છતી નથી પણ મને આ ઘડિયાળ ખુબ જ ગમી છે, મને આ ઘડિયાળ જોઈએ છે.

નોંધનીય છે કે, અનંત અંબાણી ઘડિયાળોના ખૂબ જ શોખીન છે, તેથી જ તેઓ તેમની મોંઘી ઘડિયાળોના કારણે ચર્ચામાં રહે છે.

આ પહેલીવાર નથી કે અનંત અંબાણીની ઘડિયાળની ચર્ચા થઇ હોય
અનંતે એપ્રિલ મહિનામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના પહેલા દિવસે એન્ટ્રી કરી હતી, ત્યારે પણ તેમની ઘડિયાળ ચર્ચાનો વિષય હતી. તે સમયે અનંત અંબાણીએ પાટેક ફિલિપ્પેની ઘડિયાળ કેરી કરી હતી. જેની કિંમત 18 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. સાથે ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે આ ઘડિયાળને બનાવવામાં 100,000 કલાકનો સમય થયો હતો.

ફેસબુકના સ્થાપક કેટલા પૈસાદાર
માર્ક ઝકરબર્ગ તેની પત્ની પ્રિસિલા ચાન ઝકરબર્ગ સાથે ભારત આવ્યા છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ મુજબ, ફેસબુકના સ્થાપકની હાલની નેટવર્થ 176.1 બિલિયન ડોલર છે. આ સાથે જ તેઓ વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. તો બીજી તરફ ભારત સહિત સમગ્ર એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની વર્તમાન સંપત્તિ 117 બિલિયન ડોલર છે અને તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 9મા નંબરે છે.


Related Posts

Load more