રશિયા-યુક્રેન યુદ્ધ ધણા સમયથી ચાલે છે અને વિશ્વના ઘણા દેશો મા સંવેદનશીલ સ્થિતિ છે ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વ સંકટ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે ખુલાસો કરતા જણાવ્યું છે કે પુતિને તાજેતરમાં જ તેમનો સંપર્ક કર્યો હતો અને ઇઝરાયલ-ઈરાન સંકટમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. પરંતુ ટ્રમ્પે આનો સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે – “પહેલા તમારા રશિયા-યુક્રેન મુદ્દાને ઉકેલો, મધ્ય પૂર્વની ચિંતા પછી કરો.”
જો કે ટ્રમ્પ કોઇને કોઇ કારણ સર ચર્ચામા રહેતા હોય છે ભારત-પાકિસ્તાન વચ્ચે જ્યારે સ્થિતિ ગરમ હતી ત્યારે પણ સિઝફાયરની વાત કરીને સૌને ચૌકાવ્યા હતા ત્યારે આજે ફરી ઇરાન-ઇઝરાયલને લઇ ચર્ચમા છે. ટ્રમ્પે પોતાની શૈલીમાં કહ્યું, “રશિયા-યુક્રેન યુદ્ધ મૂર્ખતાપૂર્ણ છે, અને જો હું રાષ્ટ્રપતિ હોત, તો તે ક્યારેય ન બન્યું હોત. પુતિન આવું કંઈક કરવાની હિંમત ન કરત.” ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે “મેં વ્યક્તિગત રીતે પુતિન સાથે વાત કરી હતી. તેમણે મને કહ્યું કે તેઓ ઇઝરાયલ-ઈરાન મુદ્દામાં મધ્યસ્થી કરવા માંગે છે. મેં તેમને કહ્યું – એક કામ કરો, પહેલા તમારી પરસ્પર સમસ્યાનું નિરાકરણ લાવો. બાકીના વિશ્વની ચિંતા પછી કરો.”
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને અમેરિકાએ પણ આ ક્ષેત્રમાં પોતાની લશ્કરી સંખ્યા વધારી દીધી છે. બીજી તરફ, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ બે વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે અને પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થઈ રહી છે.
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની વાસ્તવિક સંખ્યા છુપાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું, “ઘણા લોકો મૃત્યુ પામ્યા છે, જે કહેવામાં આવી રહ્યું છે તેના કરતાં ઘણું વધારે છે. ત્યાં એક ઇમારત ધરાશાયી થઇછે અને એવું કહેવામાં આવે છે કે કોઈ ઘાયલ થયું નથી, શું આ મજાક છે?”
તે જ સમયે, પુતિન આ નિવેદન પર કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું રસપ્રદ રહેશે. જ્યાં સુધી યુક્રેન યુદ્ધનો ઉકેલ રશિયા માટે છે, ત્યાં સુધી ઇઝરાયલ-ઈરાન સંકટ વધુ જટિલ બની રહ્યું છે. હવે રશિયાના નેતા પુતિન ટ્રમ્પના આ નિવેદન પર કેવી પ્રતિક્રિયા આપશે તે જોવાનુ રહ્યું