Supreme Court On Rahul Gandhi: સુપ્રીમ કોર્ટે આજે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને તેમના ભારતીય સેના પરના નિવેદન બદલ ફિટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તમે સાચા ભારતીય હોત તો આ પ્રકારના નિવેદનો આપ્યા ન હોત. જો કે, સેના વિશે વાંધાજનક નિવેદન મામલે લખનઉની કોર્ટમાં ચાલી રહેલી રાહુલ ગાંધી પર કાર્યવાહી પર પણ રોક મૂકી છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કહ્યું કે, તમે વિપક્ષ નેતા છો. સંસદમાં સવાલો ઉઠાવવાના બદલે સોશિયલ મીડિયા પર આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. તમને ખબર છે કે, ચીને ભારતની 2000 કિમી જમીન પર કેવી રીતે કબજો મેળવ્યો. જ્યારે પણ સરહદ પર તણાવની સ્થિતિ હોય ત્યારે કોઈ સાચો ભારતીય હોય તે, આ પ્રકારના નિવેદનો આપે નહીં.
વર્ષ 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ સેનાની વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું કે, ચીનના સૈનિકોના હાથે ભારતીય સેના માર ખાઈ રહી છે. આ મામલે રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો દાવો નોંધાયો હતો.
મેટર અપડેટ થઈ રહી છે..