સિમ ખોવાઇ ગયું તો હવે જોવી પડશે રાહ,TRAI એ બદલી દીધો MNP નિયમ

By: nationgujarat
18 Mar, 2024

TRAI Amend MNP Rules: ટેલિકોમ રેગુલેરિટી ઓથોરિટી ઓફ ઇન્ડીયા (TRAI) એ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) નિયમોમાં ફેરફાર કરી દીધો છે. તમને જણાવી દઇએ કે એમએનપીની સુવિધા વર્ષ 2009 માં શરૂ કરી દીધી હતી અને હવે તેમાં નવમી વખત ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમ અનુસાર જો તમે તાજેતરમાં જ સિમ બદલ્યું છે તો તમે તમારો મોબાઇલ નંબર નેટવર્ક પર પોર્ટ કરી શકશો નહી. મોબાઇલ નંબર બીજા નેટવર્ક પર ટ્રાંસફર કરાવનાર ગ્રાહકોને હવે સાત દિવસ રાહ જોવી પડશે. ટ્રાઇનું કહેવું છે કે આ ફેરફાર ગ્રાહકોને છેતરપિંડી અને ઓનલાઇન ફ્રોડથી બચાવવા માટે કરવામાં આવી રહ્યા છે. તેનાથી કસ્ટમર્સની સુરક્ષા વધશે. આવો તમને તેના વિશે વિસ્તારપૂર્વક જણાવીએ.

શું હોય છે સિમ સ્વેપ
તમે ક્યારેય તમારું સિમ ખોઇ નાખ્યું છે અથવા પછી ખરાબ થઇ ગયું છે તો એવામાં તમે તમારા ટેલીકોમ ઓપરેટર પાસે જઇને સિમ બદલાવો છો. આ પ્રોસેસને સિમ સ્વેપ કહે છે.

તમે સાત દિવસ પછી તમારું સિમ પોર્ટ કરી શકશો
ટ્રાઈના નવા નિયમો અનુસાર સિમ સ્વેપ કર્યા પછી તમે ઓછામાં ઓછા 7 દિવસ સુધી તમારો નંબર બીજા નેટવર્ક પર ટ્રાન્સફર કરી શકશો નહીં. જો ગ્રાહકે છેલ્લા 7 દિવસમાં સિમ બદલ્યું છે, તો ટેલિકોમ કંપનીઓ તેને યુનિક પોર્ટિંગ કોડ (UPC) ઇશ્યૂ કરી શકશે નહીં. UPC કોડ એ કોડ છે જેની મદદથી તમે તમારો મોબાઈલ નંબર બીજા નેટવર્ક પર ટ્રાન્સફર કરી શકો છો. સાત દિવસની આ રાહ જોવી જરૂરી છે જેથી કોઈ અન્ય વ્યક્તિ તમારા નામે નવું સિમ ન લે.

કેમ કરવામાં આવ્યો આ ફેરફાર
આ ફેરફાર ફ્રોડ અને સ્પેમને રોકવ માટે કરવામાં આવ્યો છે. ટ્રાઇનું કહેવું છે કે તેનાથી મોબાઇલ નંબર પોર્ટ કરાવવાની પ્રક્રિયા સુરક્ષિત રહેશે અને કોઇપણ પ્રકારની છેતરપિંડી થઇ શકશે નહી. જો તમારું સિમ ખોવાઇ ગયું છે અથવા કામ કરી રહ્યું નથી તો તમે તમારા ટેલીકોમ ઓપરેટરના સ્ટોર પર જઇને સિમ બદલી શકો છો. તેના માટે તમારે તમારી ઓળખના માન્ય પુરાવા બતાવવા પડશે.


Related Posts