ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાઈ છે. આજે (27 જુલાઈ) આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ હતો . વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાએ અણનમ રહીને સદી ફટકારીને મેચ ડ્રો કરી બતાવી છે. જાડેજા અને સુંદરની સદી પછી મેચ ડ્રો થઈ .
તમને જણાવી દઈએ કે મેચમાં ઇંગ્લેન્ડનો પહેલો દાવ 669 રન સુધી બનાવ્યા હતા. એટલે કે, યજમાન ઇંગ્લેન્ડે ભારત પર 311 રનની મોટી લીડ બનાવી હતી. અગાઉ, ભારતીય ટીમ તેની પહેલી દાવમાં ફક્ત 358 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-2 થી પાછળ છે, તેથી આ મેચ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તો બીજી ઈનિંગમાં ભારતીય ટીમની ખરાબ શરૂઆત થઈ હતી. ભારતે પોતાની પહેલી જ બે વિકેટ શૂન્ય રને ગુમાવી દીધી હતી. જોકે, ગિલ અને રાહુલ ટીમની ઇનિંગને સંભાળી હતી. રાહુલે 90 તો ગિલે 103 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જોકે, તે છતાં મેચ પર હારનું સંકટ બનેલું હતું.જોકે, રાહુલ-ગિલ પછી જાડેજા અને સુંદરે ઇનિંગને સંભાળી લીધી હતી અને ઇંગ્લેન્ડના બોલરો સાથે ખેલાડીઓનો પરસેવો પાડી દીધો હતો. બંને ખેલાડીઓએ એક મોટી ભાગીદારી કરીને ટીમને હારમાંથી બચાવીને મેચને ડ્રો કરાવી દીધી હતી.
એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ ડ્રો થઈ હોવા છતાં, ઇંગ્લેન્ડ સિરિઝમાં 2-1થી આગળ છે. સિરિઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 31 જુલાઈથી લંડનના ઓવલ સ્ટેડિયમ ખાતે રમાશે. જો ઇંગ્લેન્ડ અહીં જીતશે, તો ટીમ સિરિઝ જીતશે, જ્યારે જો ભારત જીતશે, તો ટીમ અહીં સતત બીજી ટેસ્ટ સિરિઝ ડ્રો કરશે.