કેનેડા ઇમીગ્રેશન : અંગ્રેજીને બાજુ પર મુકીને ફ્રેન્ચ બોલનારાઓને કેનેડામાં ઉષ્માભેર આવકાર

By: Krunal Bhavsar
22 Aug, 2025

Canada Immigration : હાલ વિદેશમાં ભણવા તેમજ વ્યવસાય અર્થે જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વિદેશમાં લોકપ્રિય દેશો પૈકી એક દેશ “કેનેડા” છે. વિદેશમાં જવા ઇચ્છુક ભારતીયોનું અંગ્રેજી ભાષા પર સારૂ પ્રભુત્વ હોવું જોઇએ, તેવો વણલખ્યો નિયમ છે. પરંતુ આ નિયમ કેનેડા માટે હવે કારગર નહીં રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જો તમારૂ અંગ્રેજી સારૂ હોય તો તમે કેનેડા જઇ શકો છો, અથવા તમને પ્રાથમિકતા મળશે તેવું માનતા હોવ તો થોભી જજો. હવે કેનેડામાં અંગ્રેજી કરતા અન્ય ભાષામાં પાવરધા હોય તેવા લોકોને પ્રાથમિકતા અપાઇ રહી છે.

ફ્રેન્ચ ભાષાના જાણકારને પહેલા પ્રાથમિકતા

ઇમીગ્રેશન એક્સપર્ટે જણાવ્યું કે, કેનાડામાં આવતા વિદેશી કામદારોની સંખ્યા પર લગામ કસવા માટે સરકાર દ્વારા પ્રાથમિકતા બદલવામાં આવી છે. હવે કેનેડાની સરકાર અંગ્રેજીની જગ્યાએ ફ્રેન્ચ ભાષાના જાણકારને પહેલા પ્રાથમિકતા આપી રહી છે. તેઓ ક્વિબેક રાજ્યની બહાર ક્યાં પણ સ્થાઇ થઇ શકે તેવી વ્યવસ્થા હોવાનું જાણવા મળી રહ્યું છે

ભાષા શીખવાનું શરૂ કરી દેવું જોઇએ

કેનેડામાં સત્તાવાર રીતે જોવા જઇએ તો અંગ્રેજી અને ફ્રેન્ચ બે ભાષા છે. હાલમાં અંગ્રેજી બોલતા ઇમીગ્રન્ટ્સ પર લગામ કસવામાં આવી છે. આ સમયે ફ્રેન્ચ ભાષાના જાણકાર લોકોને સરળતાથી આવકાર મળી રહ્યો છે. આ જોતા કેનેડામાં સ્થાયી થવા ઇચ્છુક લોકોએ આજથી જ ફ્રેન્ચ ભાષા શીખવાનું શરૂ કરી દેવું જોઇએ.

સરકાર અત્યારથી જ પગલાં ભરી રહી છે

સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધા માર કાર્નેએ નવું લક્ષ્ય જાહેર કર્યું છે. વર્ષ 2029 સુધીમાં ક્વિબેક રાજ્યની બહાર રહેતા 12 ટકા કાયમી રહેવાસીઓ ફ્રેન્ચ બોલતા (Canada Priority To French Known Immigrant) હોવાનો લક્ષ્યાંક છે. તેને સિદ્ધ કરવા માટે સરકાર અત્યારથી જ પગલાં ભરી રહી છે. વર્ષ 2022 માં માત્ર 4.4 ટકા જ લોકો ફ્રેન્ચ બોલતા હોવાનું જાણવા મળી રહ્યું છે.


Related Posts

Load more