TODAY MATCH – આજની મેચ જીતી TEAM INDIA ફેન્સને દિવાળની આપશે ગીફટ, 31 વર્ષ પછી દિવાળીના દિવસે ભારતની મેચ.

By: nationgujarat
12 Nov, 2023

ભારત વિ નેધરલેન્ડ્સ વર્લ્ડ કપ 2023 લીગ તબક્કાની 45મી અને છેલ્લી મેચ આજે એટલે કે 12મી નવેમ્બરે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. દિવાળીના શુભ અવસર પર, રોહિત શર્મા અને બ્રિગેડની નજર જીતવા પર હશે. વર્લ્ડ કપ 2023માં ભારત એકમાત્ર એવી ટીમ રહી છે જેને હજુ સુધી હારનો સામનો કરવો પડ્યો નથી. લીગ તબક્કાની છેલ્લી મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પ્રવેશવા માંગશે, જ્યાં તેનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ દિવાળીના ખાસ તહેવાર પર માત્ર ત્રીજી વખત મેચ રમશે. આ પહેલા 1987 અને 1992 દરમિયાન ટીમ ઈન્ડિયાએ આ શુભ દિવસે મેચ રમી હતી. ચાલો

આજેની મેચ જીતી ટીમ ઇન્ડિયા ફેન્સને દિવાળીની ગીફટ આપશે. આજની મેચ માં રોહીત શર્મા ટીમમાં ફેરફાર કરી શકે છે. ટીમમાં રોહીત ગીલ, શમી, બુમરહા, કોહલીને આરામ આપી શકે છે તેની જગ્યાએ ટીમમાં ઇશાન કિશન, પ્રસિદ્ધ કુષ્ણા ને તક આપી શકે છે. નેંધર લેન્ડ સામેની મેચ જીતતા ભારત વિશ્વકર લીગ મેચની તમામ મેચ જીત જશે અને સેમિફાઇનલમાં મુકાબલો ન્યુઝિલેન્ડ સામે થશે અને જો ટીમ ઇન્ડિયા જીતી શજે તો અમદાવાદમાં ફાઇનલ રમવા આવશે.

તો આ વિશ્વકપમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમ બહાર થઇ ગઇ છે જો કે ઇગ્લેન્ડે છેલ્લી મેચ જીતી પોઇન્ટ ટેબલ પર છલાંગ લગાવી દીધી છે પણ હારથી ઇંગ્લેન્ડમાં ખળભળાટ મચ્યો છે તો સામે પાકિસ્તાની ટીમના પણ આજ હાલ હોવાથી ત્યા પણ ફેન્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

ભારત ન્યુઝિલેન્ડ સામે સેમિફાઇનલમાં હારનુ પુનરાવર્તન ન કરે તે ખાસ ધ્યાન રોહીત એન્ડ કંપનીએ કરવાનું છે કારણ કે ભારતનો ઇતિહાસ  રહ્યો છે ફાઇનલ જેવી મેચમો ધબડકો જોવા મળતો હોય છે અને 2019 ની સેમિફાઇનલ પર રોહીતે એક નજર નાખવી જોઇએ. જો કે ભારતના આંગણે મેચ રમાશે એટલે ટીમ ઇન્ડિયાને કોઇ ચિંતા જેવુ નહી હોય પણ આ રમત છે પરિણામ ઉલટ ફેર થઇ શકે છે.

 


Related Posts

Load more