જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 27 લોકોના મોત થયાની આશંકા છે. જેમાં ગુજરાતના 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જી હા..પહલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતીઓનાં મોત થયા છે અને સમગ્ર લિસ્ટ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે થયેલા આતંકવાદી હુમલામાં કુલ 28 લોકોએ જીવ ગુમાવ્યો છે.સૌથી પ્રથમ આ હુમલામાં સુરતના એક યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં જમ્મી કાશ્મીર ફરવા ગયેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવકનું મોત નિપજ્યું હતું. સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા શૈલેષ કલાઠિયાનું પહેલગામ આતંકી હુમલામાં કરુણ મોત નિપજ્યું હતું. શૈલેષ કલાઠિયા હાલમાં ફેમેલી સાથે મુંબઈમાં રહેતો હતો. જ્યારે 3 ગુજરાતીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર હતા. પરંતુ તંત્રએ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ગુજરાતના એક નહીં, પરંતુ ત્રણ ગુજરાતીઓના મોત થયા છે. લિસ્ટ મુજબ સુમિત પરમાર, યતેષ પરમાર અને શૈલેષ કળથીયાનું મોત નીપજ્યું છે, જેમાં બે ભાવનગરના અને એક સુરતના વ્યક્તિનું મોત થયું છે.
3 ગુજરાતીઓ ગંભીર રીતે ઘાયલ
આ આતંકી હુમલામાં 3 ગુજરાતી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાં ગુજરાતથી જમ્મુ કશ્મીરના પ્રવાસે ગયેલા ભાવનગરના વિનોદ ડાભી ઘાયલ થયા છે. 59 વર્ષના વિનોદભાઈ ડાભીની હાલ જમ્મુ કશ્મીરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત અન્ય બે ગુજરાતી ઘાયલ થયા છે. જેમાં મોનિકા પટેલ, રેણું પાંડે ઘાયલ થયા છે જેમની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હિમવર્ષા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જમ્મુ કશ્મીર પહોચ્યા છે.
આ હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ પણ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. CRPFની ક્વિક એક્શન ટાસ્ક ફોર્સ પણ આતંકવાદીઓને શોધી રહી છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જમ્મુ કાશ્મીર ગયેલા ભાવનગરના 19 લોકોના નામ
વિનુભાઈ ત્રિભોવનભાઇ ડાભી, લીલાબેન વિનુભાઈ ડાભી, ધીરુભાઈ ડાયાભાઇ બારડ, મંજુલાબેન ધીરુભાઈ બારડ, મહાસુખભાઈ રાઠોડ, પુષ્પાબેન મહાસુખભાઈ રાઠોડ, હરેશભાઈ નાનજીભાઈ વાઘેલા, ખુશી હરેશભાઈ વાઘેલા, અસ્મિતાબેન હરેશભાઈ વાઘેલા, યતિષભાઈ સુધીરભાઈ પરમાર, સ્મિત યતિષભાઈ પરમાર, કાજલબેન યતિષભાઈ પરમાર, મંજુબેન હરજીભાઈ નાથાણી, સાર્થક મનોજભાઈ નાથાણી, હરજીભાઈ ભગવાનભાઈ નાથાણી, હર્ષદભાઈ ભગવાનભાઈ નાથણી, ચંદુભાઈ જેરામભાઈ બારડ, ચંદુભાઈ તુલસીભાઈ બારડ અને ગીતાબેન ચંદુભાઈ બારડનો સમાવેશ થાય છે