ભારતીય ક્રિકેટ ટીમને આગામી દિવસોમાં ઇંગ્લેન્ડ પ્રવાસે જવાનું છે. ઇંગ્લેન્ડમાં ટીમને પાંચ ટેસ્ટ મેચ રમવાની છે તે પહેલા ટીમ ઇન્ડિયાના બે દિગ્ગજોએ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઇ લીધો છે. 7મેના રોજ રોહિત શર્માએ ટેસ્ટને અલવીદા કરી તો 12મે ના રોજ વિરાટ કોહલીએ ટેસ્ટમાથી નિવૃતિ જાહેર કરી છે.
રોહિત અને કોહલીના નિર્ણયથી તેમના ફેન્સ ઉદાસ થયા છે. કેટલાક ક્રિકેટ પંડિતો માને છે કે રેડ બોલની ગેમ હજુ રોહિત અને કોહલી રમી શકયા હોત. રોહિત કરતા કહોલી વધુ ફિટ છે એટલે કોહલિ માટે ટેસ્ટ મેચ હજુ રમી શકયો હોત. કોહલીની ઉમર 36 ની છે તો રોહીતની 38 વર્ષની છે. યુવરાજ સિંહના પિતા અને પુર્વ ક્રિકેટર યોગરાજસિંહના મતે મહાન ખિલાડીઓએ તો 50 વર્ષ સુધી રમવું જોઇએ તેમ નિવેદન કર્યુ છે.
આમ જોઇએ તો કોઇ પણ ખિલાડી 50 વર્ષની ઉમર સુધી ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી. વીનુ માંકડ ભારત માટે સૌથી મોટી ઉંમરના ખિલાડી રહી ચુકયા છે. વીનું માકડે 41 વર્ષ અને 305 દિવસની ઉમરે અંતિમ ટેસ્ટ રમ્યા હતા એટલે કે વિનુ માકંડ પણ 50 વર્ષ સુધી રમી નથી શક્યા. તમને જણાવી દઇએ કે આવા ચાર ખિલાડીઓ છે જેને 50 વર્ષથી વધુ ટેસ્ટ મેચ રમ્યા હોય.
વિલ્ફ્રેડ રોડસ ના નામે સૌથી મોટી ઉમર સુધી ક્રિકેટ મેચ રમાવાનો રેકોર્ડ છે. રોડસે તેની અંતિમ મેચ 52 વર્ષ અને 165 દિવસની ઉમંરે રમ્યા હતા. રોડસે ઇંગ્લેન્ડ તરફથી 51 ટેસ્ટ મેચ રમ્યા હતા જેમા 30.19ની એવરેજથી 2325 રન કર્યા હતા. તેમણે 2 સદી અને 11 હફસદી ફટકારી હતી અને 127 વિકેટ પણ ઝડપી હતી.
હર્બટ આયરનમાન્ગર ટેસ્ટ ક્રિકેટ રમવાવાળા બીજા સૌથી વડિલ ખિલાડી છે. હર્બટે 50 વર્ષ અને 327 દિવસની ઉમરે અંતિમ ટેસ્ટ મેચ રમ્યા હતા. ઓસ્ટ્રલિયા માટે તેમણે 14 ટેસ્ટ મેચ રમ્યા છે જેમા 74 વિકેટ ઝડપી છે અને ટેસ્ટમાં 42 રન કર્યા છે.
ડબ્યુજી ગ્રેસ 50 વર્ષ અને 320 દિવસની ઉમંરે અંતિમ ટેસ્ટ મેચ રમ્યા હતા. ગ્રેસે 22 ટેસ્ટ મેચમા 32.29ની એવરેજથી 1098 રન કર્યા હતા જેમા 2 સદી અને 5 અડધીસદીનો સમાવેશ થાય છે. ગ્રેસે ટેસ્ટમાં 9 વિકેટ પણ ઝડપી છે.
ચોથા છે ઇંગ્લેન્ડના જ્યોર્જ ગન તેમણે 50 વર્ષ અને 303 દિવસની ઉમંરે અતિમ ટેસ્ટ રમ્યા હતા. ગને 15 ટેસ્ટ મેચમાં 40ની એવરેજથી 1120 રન કર્યા હતા જેમા 2 સદી અને 7 અડધીસદીનો સમાવેશ થાય છે.