દાહોદના કાલી ડેમ પર સસતી પ્રસિદ્ધિનું ચડ્યું ભૂત! જીવના જોખમે યુવાનોમાં રિલ-સેલ્ફીનો ક્રેઝ,
By: Krunal Bhavsar
02 Jul, 2025
દાહોદના કાલી ડેમ પર રીલ્સ બનાવવાની ઘેલછામાં કેટલાક લોકો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ભારે વરસાદથી પાણીનો પ્રવાહ વધ્યો છે, છતાં લોકો ફોટો-વીડિયો લઈ રહ્યા છે. પાણીમાં પગ લપસવાનો ભય તો છે જ, સાથે સાથે આ પાણીમાં ઝેરી-જીવ જંતુઓ પણ હોઈ શકે છે. છતાં પણ લોકો બેફામ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને અહીં ફરી હ્યા છે.
ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાંઆ વર્ષે ચોમાસાની મોડી શરૂઆત છતા સારો એવો વરસાદ ખાબક્યો છે. જૂન મહિનામાં રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળ્યું છે. ધોધમાર વરસાદને પગલે રાજ્યની અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે હવે દાહોદ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી દૂધી મતી નદી બે કાંઠે વહેતી થઈ હતી અને કાળી ડેમ પણ ઓવરફલો થયો હતો. જોકે, દાહોદના કાલી ડેમ પર લોકોની ઘોર બેદરકારી સામે આવી રહી છે.
દાહોદના કાલી ડેમ પર કેટલાક લોકોએ રિલની ઘેલછામાં જીવ જોખમમાં મુક્યા છે. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકો સેલ્ફી લેતા નજરે પડ્યા છે. આ વિસ્તારમાં અગાઉ પણ નાની મોટી દુર્ઘટનાઓમાં લોકોના જીવ પણ ગયા છે. છતાં છતાં લોકો જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાં સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે.