રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ગુરુવારે (20 જૂન) T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં તેની પ્રથમ મેચ રમી હતી. આ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં અફઘાનિસ્તાન સામેની હતી, જો કે આ મેચ ટીમ ઇન્ડિયાએ 47 રનથી જીતી સુપર-8મા પ્રથમ જીત મેળવી.આ મેચમા ભારતીય ખેલાડીઓ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને આવ્યા હતા.
આવી સ્થિતિમાં, ચાહકોના મનમાં ચોક્કસપણે આ પ્રશ્ન હતો કે ભારતીય ખેલાડીઓએ આવું કેમ કર્યું? આના જવાબમાં તમને જણાવી દઈએ કે ભારતીય ખેલાડીઓએ પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સનને કાળી પટ્ટી પહેરીને શ્રદ્ધાંજલિ આપી છે.
જોન્સનનું ગુરુવારે (20 જૂન) એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કનીમાંથી પડીને મૃત્યુ થયું હતું. એવું માનવામાં આવે છે કે જોન્સનની માનસિક સ્થિતિ સારી ન હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરી. કોટ્ટનુર પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. હાલમાં કોટ્ટનુર પોલીસ માહિતી એકઠી કરી રહી છે.
આ જ દિવસે, ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં તેની પ્રથમ મેચ પણ રમી હતી. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધીને ડેવિડ જોન્સનને શ્રદ્ધાંજલિ આપી હતી. તમને જણાવી દઈએ કે જોનસન 52 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. જ્હોન્સન તેના ઘરની નજીક ક્રિકેટ એકેડમી ચલાવતો હતા, પરંતુ કેટલાક સમયથી બીમાર હતા.
જમણા હાથના ફાસ્ટ બોલર ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે 47.66ની એવરેજથી 3 વિકેટ ઝડપી હતી. જોન્સનને ભારત તરફથી વનડે મેચ રમવાની તક મળી નથી. જ્હોન્સને 1996માં ઓસ્ટ્રેલિયા સામે દિલ્હી ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જવાગલ શ્રીનાથ ઈજાગ્રસ્ત હોવાને કારણે તેને તે મેચમાં તક મળી હતી.