Team India – બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત,ભારતની મેચ ની તારીખ જાણીલો

By: nationgujarat
16 Apr, 2025

ભારતીય ક્રિકેટ ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ આ વર્ષે ઓગસ્ટમાં થશે. જ્યાં કુલ 6 મેચો રમાશે. પહેલા વનડે સીરીઝનું આયોજન કરવામાં આવશે, ત્યારબાદ ટી20 મેચ રમાશે. 17 ઓગસ્ટથી પ્રથમ વનડે શ્રેણી. ત્યાર બાદ 20 ઓગસ્ટ અને 23 ઓગસ્ટે વનડે મેચો યોજાશે. આ પછી 26 ઓગસ્ટ, 29 ઓગસ્ટ અને છેલ્લે 31 ઓગસ્ટે T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. આ દ્વિપક્ષીય શ્રેણી દક્ષિણ એશિયાના બે પડોશીઓ વચ્ચે વધતી જતી ક્રિકેટની દુશ્મનાવટને વધુ મજબૂત બનાવશે.આ પ્રવાસ ભારતના ઈંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસ અને હોમ સીઝન વચ્ચે થશે. ભારત જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની શ્રેણી રમશે. આ સિરીઝ 4 ઓગસ્ટે પૂરી થશે.

ભારતની ઘર આંગણે  સિઝન ઓક્ટોબર મહિનામાં શરૂ થશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારતનો પ્રવાસ કરશે. ભારતની હોમ સીઝનની શરૂઆત 2 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીથી થશે, ત્યારબાદ તેઓ નવેમ્બર-ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20I મેચ રમશે.

ભારત બે ઘરઆંગણાની શ્રેણી વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મહિનાની શરૂઆતમાં શ્રેણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, જેમાં 19 ઓક્ટોબરથી ODI અને 29 ઓક્ટોબરથી T20I રમાશે.


Related Posts

Load more