રાજકોટ : જાહેરમાં ગંદકી ફેલાવવા બદલ ખેતલા આપા ટી સ્ટોલ કરાયું સીલ

By: nationgujarat
07 Dec, 2023

રાજ્યમાં ગંદકી દૂર કરવા માટે સરકાર પણ અનેક પગલા લેતી હોય છે. ત્યારે રાજકોટમાં આવેલી પ્રસિદ્ધ ખેતલા આપા ટી સ્ટોલને સીલ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાપાલિકાના પર્યાવરણ વિભાગએ કાર્યવાહી કરી છે. તો મનપાના મુખ્ય કચેરી પાછળ જ ખેતલા આપા ટી સ્ટોલ સીલ કરવામાં આવ્યુ છે. જાહેરમાં ગંદકી અને કચરાનો ઉપદ્રવ વધારતુ હોવાના કારણે મનપા અધિકારીઓ દ્વારા સીલ ચાની કિટલી સીલ કરવામાં આવી છે.

તો બીજી તરફ રાજકોટમાં શ્રાવણ મહિનામાં ફરાળી લોટના નમૂના લીધા હતા જે ફેલ થયા હોવાના તાજેતરમાં જ રિપોર્ટ આવ્યો છે. શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ એકમોમાંથી લેવામાં આવેલા ફરાળી લોટના નમૂનાઓ ફેલ થયા છે.વેપારી મોહિત ખીમજી પરમાર પાસેથી લેવામાં આવેલા ફરાળી લોટના નમૂના ફેલ થયા છે.આ ઉપરાંત વિમલ નમકીન, રાધે કેટરર્સ, RS ગૃહ ઉદ્યોગના નમૂનાઓ પણ ફેલ થયા છે.ફરાળી લોટમાં ઘઉં અને મકાઇના સ્ટાર્ચનું મિશ્રણ કરવામાં આવતું હોવાનો ચકાસણી દરમિયાન ખુલાસો થયો છે.આરોગ્ય વિભાગ દ્વારા સરકારી લેબમાં ટેસ્ટ માટે નમૂનાઓ મોકલવામાં આવ્યા હતા.


Related Posts