તે એક દાયકાથી પણ વધારે સમયથી તહવ્વુર હુસૈન રાણા અમેરિકાની જેલમાં બંધ હતો. પીએમ મોદીના પ્રયાસો બાદ તેને ભારત લાવી શકાયો છે. ભારતમાં તેને એનઆઈએ દ્વારા ધોલાઈનો ડર સતાવી રહ્યો છે. તેના આધાર પર તેણે અમેરિકી કોર્ટમાં બચવાનો પ્રયાસ પણ કર્યો હતો.
તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રખાશે
આખરે હવે તેને અમેરિકાથી ઘસેડીને ભારત લાવવામાં આવ્યો છે. હવે NIA તહવ્વુર રાણાને પોતાની કસ્ટડીમાં લેશે. આ પછી તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં તેના રિમાન્ડ માંગવામાં આવશે. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને તિહાર જેલમાં રાખવામાં આવી શકે છે. તહવ્વુર રાણા 64 વર્ષનો છે. તહવ્વુર રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. આતંકવાદીને રાખવા માટે જેલમાં તમામ જરૂરી તૈયારીઓ પહેલાથી જ કરી લેવામાં આવી છે.