આ વર્ષે જૂનમાં યોજાનાર ICC T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. T20 વર્લ્ડ કપ 2024માં કુલ 55 મેચો રમાવાની છે, જે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના કુલ 9 મેદાનો પર યોજાશે. T20 વર્લ્ડ કપ 2024 ની ઓપનિંગ મેચ યજમાન યુએસએ અને કેનેડા વચ્ચે 1 જૂને યોજાશે. સેમિફાઇનલ મેચ 26 અને 27 જૂને રમાશે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાવાની છે. સેમીફાઇનલ અને ફાઇનલ મેચ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
ભારતીય ટીમને ગ્રુપ Aમાં આયર્લેન્ડ, પાકિસ્તાન, યુએસએ અને કેનેડાની સાથે રાખવામાં આવી છે. ભારતીય ટીમની પ્રથમ ત્રણ ગ્રુપ મેચ ન્યૂયોર્કમાં યોજાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. તેની બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે થશે. જ્યારે ભારતીય ટીમ તેની ત્રીજી ગ્રુપ મેચ યુએસએ સામે 12 જૂને રમશે. ભારતની છેલ્લી ગ્રુપ મેચ 15 જૂને કેનેડા સામે છે.
ભારતીય ટીંમનું શેડ્યુઅલ
5 જૂને આયર્લેન્ડ સામે ,ન્યુયોર્ક , 9 જૂને પાકિસ્તાન ,ન્યુયોર્ક, 12 જૂને યુએસએ, ન્યુયોર્ક, 15 જૂને કેનેડા, ફ્લોરિડા
આગામી T20 વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. 20 ટીમોની આ ટુર્નામેન્ટ નોકઆઉટ સહિત કુલ 3 તબક્કામાં રમાશે. તમામ 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. આ પછી, તમામ 8 ટીમોને 4 દરેકના 2 જૂથોમાં વહેંચવામાં આવશે. સુપર-8 તબક્કામાં બંને જૂથની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. બે ટીમો બે સેમી ફાઈનલ મેચ દ્વારા ફાઇનલમાં પ્રવેશ કરશે.