અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાનાર ટી20 વર્લ્ડકપ 2024 શરુ થવાને હવે અંદાજે એક મહિના જેટલો સમય વધ્યો છે. આ પહેલા એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, ક્રિકેટ વેસ્ટઈન્ડિઝની ઈવેન્ટને લઈ આતંકી હુમલાની ધમકીઓ મળી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, વૈશ્વિક ક્રિકેટના આયોજન પર ઉત્તર પાકિસ્તાન તરફથી ધમકી મળી છે. જેના કારણે ક્રિકેટ સંસ્થાએ કાર્યવાહી કરવા તમેજ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું કહેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, વેસ્ટઈન્ડિઝ અને અમેરિકા 2 થી 29 જૂન સુધી ટી-20 વર્લ્ડકપ રમાશે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જૉની ગ્રેવ્સે રવિવારના રોજ ક્રિકબઝને કહ્યું અમે યજમાન દેશો અને શહરોના અધિકારીઓની સાથે મળી કામ કરીશું.
રિપોર્ટ અનુસાર પ્રો-ઈસ્લામિક સ્ટેટે રમતનું આયોજન વિરુદ્ધ હિંસા ભડકાવનાર અભિયાન શરુ કર્યું છે. જેમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન.શાખા, IS-K ના વિડિયો સંદેશ સામેલ છે, જેમાં ઘણા દેશોમાં થયેલા હુમલાઓને હાઈલાઈટ કરવામાં આવે છે અને સમર્થકોને યુદ્ધના મેદાનમાં સામેલ થવાનો આગ્રહ કર્યો છે.
તમને જણાવી દઈએ કે, ટી-20 વર્લ્ડકપ માટે તમામ ટીમોએ સ્કવોડની જાહેરાત કરી દીધી છે. જૂનમાં ક્રિકેટની સૌથી મોટી ઈવેન્ટ રમાશે. ચાહકો જૂન મહિનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ વખતે યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ છે. જ્યાં T-20 વર્લ્ડ કપની મેચો રમાશે. આ વખતે T-20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. T-20 વર્લ્ડ કપ 1 જૂનથી 20 જૂન સુધી રમાશે. તમામ 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર 8માં પહોંચશે.
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. આતંકવાદી હુમલાની ધમકી બાદ વેસ્ટ ઈન્ડિઝમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)એ પણ સુરક્ષાને લઈને ખાતરી આપી છે. ભારતીય ટીમ ગ્રુપ એમાં સામેલ છે અને ટી 20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે.