T20 – PAK પ્રવાસ માટે ન્યુઝિલેન્ડની ટીમની થઇ જાહેરાત

By: nationgujarat
03 Apr, 2024

પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ T20 શ્રેણી 2024: ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પાકિસ્તાન સામેની પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. માઈકલ બ્રેસવેલ પાંચ મેચોની આ શ્રેણીમાં ન્યુઝીલેન્ડ ટીમની કમાન સંભાળશે. બ્રેસવેલ પ્રથમ વખત કિવી ટીમનું નેતૃત્વ કરશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ના કારણે કીવી ટીમમાંથી કેટલાક મોટા નામો ગાયબ છે, જેમાં કેન વિલિયમસન, ડેરેલ મિશેલ અને રચિન રવિન્દ્ર જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. ગત વર્ષે માર્ચથી ઈજાથી પરેશાન માઈકલ બ્રેસવેલ આ શ્રેણી સાથે પુનરાગમન કરવા માટે તૈયાર છે. ટિમ રોબિન્સન અને વિલ ઓરોર્કીને પ્રથમ વખત T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ક્રિકેટ ન્યુઝીલેન્ડના પસંદગીકાર સેમ વેલ્સે કહ્યું કે બ્રેસવેલને લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું છે અને તેની વાપસી જોવી ખૂબ જ રોમાંચક હશે. વેલ્સે એમ પણ કહ્યું કે બ્રેસવેલે વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ A અને ન્યુઝીલેન્ડ ઈલેવનની કેપ્ટનશીપ કરી છે અને તેના નેતૃત્વનો અનુભવ આ શ્રેણીમાં પણ તેના માટે ઉપયોગી થશે.

ન્યુઝિલેન્ડની ટીમ –  માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ફિન એલન, માર્ક ચૈપમૈન, જોશ ક્લાર્કસન, ડીન ફોક્સક્રોફ્ટ, બેન લિસ્ટર, કોલ મેકકોન્કી, એડમ મિલ્ને, જીમી નીશમ, વિલ ઓ’રર્કે, ટિમ રોબિન્સન, બેન સીયર્સ, ટિમ સેફર્ટ, ઈશ સોઢી.

પાકિસ્તાન સામે પહેલી મેચ,બીજી મેચ  અને ત્રીજી મેચ – રાવલપીંડી ભારતીય સમય અનુસાર 7.30 કલાકે જયારે ચોથી અને પાંચમી મેચ ગદ્દાફી સ્ટેડિયમ – સાંજે 7.30 કલાકે

 


Related Posts

Load more