શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર – પંચમહાલમાં શરદપૂર્ણિમાનો ઉત્સવ પરમ ઉલ્લાસભેર ઊજવાયો

By: nationgujarat
28 Oct, 2023

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર – પંચમહાલ હરિભક્તો, ભાવિકો અને આસ્તિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.

શરદોત્સવ એટલે નિર્મળ આકાશ સમાન પવિત્ર અંતઃકરણથી આનંદ, ઉલ્લાસ અને ભક્તિના વૈભવને માણવાનો અવસર. સોળે કળાએ ખીલેલા ચંદ્રની ધવલ રંગની ચાંદની રેલાવતી રાત્રિએ હૃદયમાં ઉદ્ભવતા ભક્તિરસ દ્વારા રસરાજ શ્રી હરિ સાથે રસબસ થઈ જવાના અવસર એટલે શરદોત્સવ.

આસો સુદ પૂનમને શરદપૂર્ણિમા કે શરદપૂનમ ઉપરાંત રાસ પૂર્ણિમા કે રસ પૂર્ણિમા પણ કહી શકાય! પૂર્ણિમાની રાત્રી તો વરસમાં બાર – ૧૨ આવે છે પરંતુ શારદીય પૂર્ણિમા સૌંદર્ય અને આકર્ષણની દ્રષ્ટિએ…શ્રેષ્ઠ પૂર્ણિમા ગણી શકાય. શરદ પૂર્ણિમા મનમોહક, લાવણ્યમયી, ચિત્તાકર્ષક અને ઉન્માદી પૂર્ણિમા હોવા ઉપરાંત પૂર્ણ શૈત્ય અને શાંતિ વરસાવતી આહ્લાદક પૂર્ણિમા હોવાને લીધે ભગવાને પણ રાસલીલા માટે શરદ પૂર્ણિમાનું ચયન કર્યું હશે!!! રાત્રીના અંધકારને શીતલ ધવલ ચાંદની નીતરતા ઠંડા પ્રલશમાં તરબોળ કરનારી આ પૂર્ણિમા ભગવાનની પણ પ્રિય પૂર્ણિમા છે.

આભમાં ચંદ્ર સોળે કળાએ ખીલીને ચાંદનીને સમગ્ર આકાશ ફલક પર ફેલાવી પૂર્ણતા અને શીતળતાનું મિલન પ્રયોગ છે તો રસરાજ રાસવિહારી શ્રી હરિ સંતો-ભક્તો સહ રહસ્ય, એમાંય અને હેત- અદ્વેતનો અદ્ભુત રસ રચે છે. દરેક ભક્તને મુક્ત બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને દરેક ભક્ત ભગવાનને પૂર્ણ રીતે સ્વતંત્ર રીતે પામી શકે તે હેતુથી એક એક સંત-ભક્ત અને એક એક ભગવાન જેટલા સંતો શ્રી હરિ આવો ‘एकोहं बहुस्यां प्रजायेय…’ નો રાસ રચાય છે. વ્યક્તિમાં જયારે અનહદ આનંદ અનહદ ઊભરાય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને ૨૦૦ વર્ષ પહેલાં અનેક સ્થળોએ શરદપૂર્ણિમાના ઉત્સવ પ્રસંગે રાસલીલા કરી હતી. પંચાળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને એક એક સંતની સાથે એક એક અલગ રૂપ ધારણ કરીને રસ લીલા કરેલી છે તેની સ્મૃતિ તાજી કરવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યારથી જ શરદપૂર્ણિમાનો ઉત્સવ દરેક મંદિરોમાં ઉજવાય છે. શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ કચ્છમાં, કલાવારિધિ સ્વામીબાપા તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય પાવન સાન્નિધ્યમાંના શરદપૂર્ણિમા ઉજવાઈ હતી. તદ્વત શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પંચમહાલ જિલ્લાના મહંતશ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી ધર્મતનયદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં શરદપૂર્ણિમા પરમોલ્લાસભેર ઊજવવામાં આવી હતી. હજજારો ભક્તોએ દૂધપૌઆનો પ્રસાદ આરોગી યથાસ્થાને પ્રયાણ કર્યું હતું.


Related Posts

Load more