સ્વામિનારાયણ ગાદી સંસ્થા – નાઈરોબી – કેન્યામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત દિવાળી મેળાનું આયોજન

By: nationgujarat
18 Oct, 2024

દિવાળી જેને પ્રકાશના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર ભારત તથા વિદેશમાં પણ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. આ શુભ અવસર અંધકાર પર પ્રકાશની, અનિષ્ટ પર સારાની અને અજ્ઞાનતા પર જ્ઞાનની જીતને દર્શાવે છે. દિવાળી એ માત્ર તહેવાર નથી; આ ભાવના, શક્તિ અને ખુશીના કાયાકલ્પનો સમય છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી – કેન્યામાં આવનારા દિવસોમાં દિવાળી પર્વ આવી રહ્યું છે ત્યારે ભવ્ય દિવાળી મેળો રાખવામાં આવ્યો હતો. જેમાં હરિભક્તોએ વિધ વિધ વાનગીઓનાં સ્ટોલ બનાવીને સજાવટ કરી ગોઠવવામાં આવ્યા હતા. દિવાળી મેળાની શુભ શરૂઆત સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની શુભ પધરામણીથી કરવામાં આવી હતી. વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપબેન્ડનાં સુમધુર કીર્તન સૂરાવલીઓથી ઠાકોરજીની પધરામણી મંદિરનાં પરિસર – ચોકમાં થઇ હતી. મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન લિખીત શિક્ષાપત્રી મહાગ્રંથની ઝાંખી રાખવામાં આવી હતી. અને દિવાળી મેળામાં પધારેલા સર્વે મહેમાનોને શિક્ષાપત્રી ગ્રંથ વિશે માહિતી આપવામાં આવી હતી. આ દિવાળી મેળા ઉપર ડેપ્યુટી ઇન્ડિયન હાઈકમિશનર શ્રી રોહિતભાઈ વઢવાણા તથા હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના આગેવાનો પધાર્યા હતા. તેઓશ્રીએ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના સામીપ્યમાં દીપ પ્રાગટય કર્યું હતું અને મેળા વિધ વિધ રચનાઓને નિહાળી અભિભૂત થયા હતા. ભુજ કચ્છથી પધારેલા સંગીત કલાકારો સમીર બારોટ, કલ્પેશભાઈ વેકરીયા, શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનાં પૂર્વ વિદ્યાર્થિની એવાં જાહ્નવીબેન વગેરે કલાકારો પધાર્યા હતા અને સર્વેનખ ભક્તિ ભર્યાં કીર્તનો ગાઈને શ્રીજીબાપા સ્વામીબાપાની મૂર્તિમાં રસતરબોળ કર્યા હતા. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપબેન્ડ પણ સર્વને મધુરાતિમધુરા કીર્તનોથી સર્વેને ભકિતમાં તરબતર કર્યા હતા. તથા તેમની સાથે નાની નાની બાલિકાઓએ પણ નૃત્ય કરીને સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને ખૂબ રાજી કર્યા હતા. દિવાળી મેળામાં આવેલ સર્વેએ ફૂડ સ્ટોલમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના દિવ્ય પ્રસાદનો મોજ માણી હતી. સાથે સાથે ભક્તિ સંગીત, પાઈપબેન્ડ, નૃત્યનો દિવ્યાનંદ માણ્યો હતો. તથા મંદિરમાં “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત ગ્રંથ શિરોમણિ શ્રી શિક્ષાપત્રી મહાગ્રંથની માહિતી પણ માણી હતી. અંતમાં સૌએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની સ્મૃતિ સહ સૌ સૌના સ્થાને પ્રયાણ કર્યું હતું.


Related Posts

Load more