રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,

By: nationgujarat
08 Jan, 2025

ગાંધીનગર:  રાજ્યના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓને મિલકત પત્રક ફરજિયાત કરવામાં આવ્યું છે. 31 જાન્યુઆરી 2025 સુધી ઓનલાઇન પત્રક ભરવાનું કહેવામાં આવ્યું છે. જો સરકારી કર્મચારીઓ દ્વારા મિલકત પત્રક ભરવામાં નહીં આવે તો પગાર અટકાવવામાં આવશે. વર્ગ 1 અને 2ના અધિકારીઓ સાથે હવેથી વર્ગ 3ના કર્મચારીઓએ પણ સ્થાવર અને જંગમ મિલ્કત જાહેર કરવી પડશે.  1લી જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2024 સુધીની મિલ્કત જાહેર કરવી પડશે. કર્મયોગી પોર્ટલ’ પર ઓનલાઇન  ભરવાનું ફરજિયાત કરાયું છે.

પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

ગુજરાત સરકરા દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય સેવા નિયમો, 1971ના નિયમ 19માં સરકારી અધિકારીઓ-કર્મચારીઓ અંગે સ્થાવર-જંગમ મિલકતનું પત્રક ભરવા માટેની જોગવા થયેલ છે.જે તે કેલેન્ડર વર્ષના સ્થાવર મિલકતના પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ (એટલે કે જાન્યુઆરીથી ડિસમ્મબર સુધી) પુરુ થયા પછીના મહિનામાં એટલે કે, તરતના જાન્યુઆરી મહિનામાં ભરવાના રહે છે.

પગાર અટકાવવા બાબતે સૂચનાઓ

સરકારી અધિકારીઓ દ્વારા નિયત સમયમર્યાદામાં મિલકત પત્રક રજૂ કરવામાં ન આવે તો તેઓના પગાર અટકાવવા બાબતે સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના રાજ્યપત્રિત અધિકારીઓ સાથે રાજ્ય સરકારના વર્ગ-3ના કર્મચારીઓ તથા નાણા વિભાગની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂંક પામેલ ફિક્સ પગારના વર્ગ-3ના તમામ કર્મચારીઓએ પોતાના 2024ના કેલેન્ડર વર્ષના સ્થાવર-જંગમ મિલકત પત્રકો ભરવા અંગેની તમામ કામગીરી કર્મયોગી પોર્ટલ પર ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971 નિયમ-19થી નિયમ થયેલ જોગવાઈ મુજબ 2024નું કેલેન્ડર વર્ષ પુરુ થયા પછીના મહિનામાં 31 જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન ધોરણે અચુક કરવાની રહેશે અને સંવર્ગ સંચાલક દ્વારા તે સુનિશ્ચિત કરવાનું રહેશે.


Related Posts

Load more