કોંગ્રેસ અને ભાજપના નેતાઓ તેમના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ક્યારેક કોંગ્રેસના નેતા ભાજપ પર નિવેદન કરે તો ક્યારેક ભાજપ ના નેતા કોંગ્રેસ પર નિવેદન કરી હેડલાઇનમા રહેતા હોય છે જેમા આજે ભાજપના અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા હાલ કે જેઓ તીખા નિવેદનબાજી અને કા્યપદ્ધતિને કારણે આજે ચર્ચામા રહેતા હોય છે. હિમંતજી ફરી એક વખત રાજકીય વર્તુણમા ચર્ચામાં આવ્યા છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ધેમાજી અને તિનસુકિયા જિલ્લામાં એનડીએના ઉમેદવારો માટે પંચાયત ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. સોમવારે ધેમાજીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા, તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કટાક્ષ કર્યો, “કોંગ્રેસે હવે તેનું ચૂંટણી ચિહ્ન ‘હાથ’ થી બદલીને ‘લુંગી’ કરવું જોઈએ.” તેમણે આ ટિપ્પણી કોંગ્રેસની નીતિઓ અને નેતૃત્વની ટીકા તરીકે કરી હતી.
કોંગ્રેસની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા
મીડિયા અનુસાર, સરમાનું આ નિવેદન કોંગ્રેસ સામે તેમની સતત ટીકાનો એક ભાગ છે. તેમણે અગાઉ પણ અનેક વખત કોંગ્રેસની નીતિઓ અને નેતૃત્વ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ વખતે તેમનો આ કટાક્ષ કોંગ્રેસ માટે નવી સમસ્યાઓ ઊભી કરી શકે છે, ખાસ કરીને જ્યારે દેશમાં 2024ની લોકસભા ચૂંટણીની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.
x પર પોસ્ટ કરેલ
પોતાના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ કરતા, હિમંતાએ લખ્યું, “કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન ‘લુંગી’ હોવું જોઈએ, ‘હાથ’ નહીં!” આ પોસ્ટ સાથે તેમણે ભાજપ આસામ એકમને ટેગ કર્યું અને એક ફોટો પણ શેર કર્યો. તેમના આ નિવેદન અંગે સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
હજુ સુધી કોઈ પ્રતિસાદ નથી
આ નિવેદન પર કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ વિવાદાસ્પદ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનશે.