કુમકુમ મંદિર ખાતે રંગબેરંગી ફુગ્ગાના ભવ્ય હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઝુલાવવામાં આવ્યા હતા..

By: nationgujarat
12 Aug, 2024

હિંડોળો ઝૂલે છે ત્યારે, તે ઉપર નીચે જાય છે. તેમ જીવનમાં પણ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી ફૂલોના અદભુત હિંડોળા માં જે રીતે ઝુલાવવામાં આવતા હતા તેવી રીતે ઝુલાવીને સંતો હરિભક્તોએ દિવ્ય સ્મૃતિ કરી. આ હિંડોળાના અનેક ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં એક માસ સુધી હિંડોળા ઉત્સવ ઉજવાય છે. જેની અંદર વિવિધ પ્રકારના ભાત-ભાતના હિંડોળા તૈયાર કરી ભગવાનને ઝુલાવવામાં આવે છે. આ હિંડોળા ઉત્સવ આપણને જીવન જીવવાનો મર્મ પણ શીખવાડે છે.

જેમ હિંડોળો ઊંચે અને નીચે જાય છે વારાફરતી તેવી રીતે આપણા જીવનમાં સુખ અને દુઃખ વારાફરતી આવ્યા કરે છે. જીવનમાં સુખ આવે ત્યારે ચગવું ના જોઈએ અને દુઃખ આવે ત્યારે ડગવું ના જોઈએ.

પરંતુ દુઃખના સમયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર વિશ્વાસ રાખી ધીરજ રાખવી જોઈએ અને વારંવાર પુરુષ પ્રયત્ન અને ભગવાનને પ્રાર્થના કરવાથી આપણા દુઃખ દૂર થઈ જાય છે.


Related Posts

Load more