વૈભવ સૂર્યવંશી : ભારતના સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશી એ ઈંગ્લેન્ડમાં ધમાલ મચાવી છે, ઇંગ્લેન્ડ માં વાગ્યો વૈભ સૂર્યવંશી નો ડંકો . તેમણે ભારતીય અંડર-19 ટીમ તરફથી રમતાં તેણે ઈંગ્લેન્ડ અંડર-19 સામેની ચોથી યુથ વનડેમાં 78 બોલમાં 13 ચોગ્ગા અને 10 છગ્ગા દ્વારા 143 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 183.33 રહ્યો હતો. વૈભવ યુથ વનડેમાં સદી ફટકારનાર સૌથી ઝડપી બેટર બની ગયો છે. આટલું જ નહીં, તે યુથ વનડેમાં સૌથી નાની ઉંમરનો સદી બનાવનાર પણ બન્યો છે. સદી ફટકારતી વખતે તેની ઉંમર 14 વર્ષ અને 100 દિવસ હતી.
વૈભવે આ સાથે છેલ્લી મેચમાં બનાવેલો પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે. છેલ્લી વનડેમાં તે અંડર 19 યૂથ વનડે એક મેચની ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા લગાવનારો ભારતીય ખેલાડી બન્યો હતો. છેલ્લી વનડેમાં વૈભવે 31 બોલમાં 6 ચોગ્ગા અને 9 છગ્ગા દ્વારા તેણે 86 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 277.42 નો રહ્યો હતો. હવે 10 છગ્ગા ફટકારીને તેણે તેનો જૂનો રેકોર્ડ પણ તોડી દીધો છે. અંડર 19માં યૂથ વનડેની એક મેચની ઈનિંગમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો ભારતીય રેકોર્ડ વૈભવ પહેલા રાજ બાવા (6 છગ્ગા)ના નામે હતો. તેણે 2022માં યુગાંડા સામે આવું કર્યું હતું. પરંતુ વૈભવે પહેલા તેનો રેકોર્ડ તોડ્યો અને હવે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.
ઈંગ્લેન્ડ અંડર 19 ટીમને કેપ્ટન થોમસ રિયૂએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આયુષ મ્હાત્રેના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ સીરિઝ 2-1 થી આગળ છે. ટીમ ઈન્ડિયાની પહેલા બેટિંગ કરતી વખતે ઓપનિંગ સારી નહોતી. કેપ્ટન મ્હાત્રે પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, એ પછી વૈભવે તેનો કમાલ શરુ કરી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. તેણે કોઈ પણ ઈંગ્લેન્ડ બોલરને છોડ્યો નહીં અને 52 બોલમાં સદી પૂરી કરી. વૈભવે 78 બોલમાં 143 રનની તોફાની ઇનિંગ રમી અને જોસેફ મૂર્સના હાથે બેન મેયસના હાથે કેચ આઉટ થયો. આઉટ થતાં સુધીમાં તેણે ધૂમ મચાવી દીધી હતી. વૈભવને આવનારા ભવિષ્યનો શ્રેષ્ઠ બેટર માનવામાં આવે છે. તેણે આઈપીએલ 2025માં અનેક રેકોર્ડ પણ તોડી ચૂક્યો છે.