મને લગ્નનો કોન્સેપ્ટ જ નથી સમજાતો: ચહલ સાથે ડેટિંગની અફવા વચ્ચે મહવશે તોડ્યું મૌન

By: Krunal Bhavsar
03 Apr, 2025

RJ Mahvash breaks silence of Dating rumpurs with Chahal: આરજે મહવશ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના અફેરની અફવાઓને કારણે ચર્ચામાં છે. ચહલ ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા પહેલા અને પછી ઘણી વખત આરજે મહવશ સાથે ફરતો જોવા મળ્યો છે અને હવે, એક નવા પોડકાસ્ટમાં, મહવશે જાહેરાત કરી કે, ‘હું સિંગલ છું પરંતુ ખુશ છું, તેમજ હું ડેટિંગ લગ્ન કરવા માટે જ કરું છું.’

હું સિંગલ છું અને ખુશ છું, મને લગ્નનો કોન્સેપ્ટ નથી સમજાતો

મહવશ એક શોમાં જોવા મળી હતી, જ્યાં તેણે પોતાની રિલેશનશિપ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, ‘હું સિંગલ છું, પણ ખુશ છું. મને લગ્નનો કોન્સેપ્ટ નથી સમજાતો. હું એક એવી વ્યક્તિ છું જે લગ્ન કરવા માટે જ ડેટિંગ કરે છે. હું કેઝ્યુઅલ ડેટ પર નથી જતી.

આરજે મહવશ કોને ડેટ કરી રહી છે?

ઈન્ટરવ્યૂ દરમિયાન, મહવશે ખુલાસો કર્યો કે, ‘મારા મંગેતરે મારી સાથે છેતરપિંડી કરી, જેના કારણે મને શારીરિક અને ભાવનાત્મક રીતે નુકસાન થયું. એ સમય દરમિયાન હું અડધો સમય હોસ્પિટલમાં જ  રહેતી હતી. મારે ઘણા ઇન્જેક્શન લેવા પડ્યા. મને પેનિક અટેક આવતા હતા. તે માત્ર મારો બોયફ્રેન્ડ નહોતો, તે મારો મંગેતર હતો અને હું મારા માતા-પિતા સાથે ખુલીને વાત પણ કરી શકતી ન હતી કારણ કે હું જ તેના પ્રેમમાં હતી અને મેં જ તેની સાથે સગાઇ કરવા માટે દબાણ કર્યું હતું.’

લગ્નથી કેમ ડરે છે મહવશ?

આ વિષે વધુમાં વાત કરતા આરજે મહવશે કહ્યું કે, ‘મેં તેને બે વાર માફ કર્યો, પરંતુ જ્યારે તેણે ત્રીજી વખત તેણે મારી સાથે છેતરપિંડી કરી, ત્યારે આખરે મેં તેને છોડી દેવાનો નિર્ણય કર્યો. મને એ પણ ડર હતો કે જો હું મારી સગાઈ તોડીશ તો લોકો શું વિચારશે, કારણ કે સમાજ હંમેશા છોકરીને દોષ આપે છે. કોઈપણ બ્રેકઅપ થાય કે કોઈપણ છૂટાછેડા થાય લોકો હંમેશા છોકરીને દોષિત માને છે


Related Posts

Load more