Basit Ali Pahalgam Attack: કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ ફરવા ગયેલા બે ડઝનથી વધુ લોકોની હત્યા કરી હતી. આખો દેશ આતંકવાદીઓને શોધીને તેમને કડકમાં કડક સજા આપવાની માંગ કરી રહ્યો છે. ઘણા ભારતીય ક્રિકેટરોએ પણ આ ઘટનાને શરમજનક ગણાવી છે અને તેની સખત નિંદા કરી છે અને પીડિત પરિવારો માટે ન્યાયની માંગ કરી છે. આ દરમિયાન પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ ખુલ્લેઆમ ભારતનું સમર્થન કર્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આતંકવાદીઓને શક્ય તેટલી વહેલી તકે શોધી કાઢવા જોઈએ અને જનતાની સામે ગોળી મારી દેવી જોઈએ.
‘મારો ધર્મ કહે છે…’
બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. બાસિતે આ વીડિયોમાં કહ્યું છે કે, ‘ગઈકાલે કાશ્મીરમાં એક ખૂબ જ મોટી ઘટના બની. 26 લોકો શહીદ થયા અને આ એક મોટો અત્યાચાર છે. માફ કરશો, મને ખબર નહોતી કે પહેલગામમાં હુમલો થયો છે અને મેં જે સાંભળ્યું છે તે માફી માંગવાનો વિષય નથી. કોઈ પણ હોય, કોઈને પણ કોઈનો જીવ લેવાનો અધિકાર નથી, આ મારો ધર્મ કહે છે. મારો ધર્મ કહે છે કે, પછી ભલે તે ખ્રિસ્તી હોય, યહૂદી હોય, હિન્દુ હોય કે જાટ હોય કોઈને પણ આવું કરવાનો અધિકાર નથી. જે કોઈનો જીવ લે છે તે મુસ્લિમ ન હોઈ શકે.
‘મને પણ ફાંસી પર લટકાવી દો…’
આ પાકિસ્તાની ક્રિકેટરે વધુમાં કહ્યું કે, ‘આ ખૂબ જ દુઃખદ સમાચાર છે અને અમારા અને અમારા સબ્સ્ક્રાઇબર્સ તરફથી અમારા વોટ્સએપ ગ્રુપ વતી તે બધી ફેમેલીને જેમના પ્રિયજનો શહીદ થયા હતા તે તમામ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.’ આ સ્વીકાર્ય નથી અને મેં એ પણ સાંભળ્યું છે કે, BCCIએ જાહેરાત કરી છે. શું આજે મેચમાં કોઈ અવાજ અને ગીતો નહીં હોય? આ ખૂબ જ સારી વાત છે અને તેમણે તે પરિવારો માટે એક મોટી જાહેરાત કરવી જોઈએ, જો તે જાય તો તે પાછા નથી આવી શકતા, તેથી જેમના સંબંધીઓ, જેમના ભાઈઓ, જેમના પતિ ગયા છે તેમને પૂછો. તેમને પૂછો શું હાલત થાય છે? વાત કરવી ખૂબ જ સરળ છે. જેણે પણ કર્યું છે બાસિત અલી છાતી ઠોકીને બોલે છે કે,તેમને માફ ન કરવા જોઈએ. કોઈ પણ હોય જો હું પણ હોવ તો મને પણ ફાંસી પર લટકાવી દેવો જોઈએ. ગોળી મારી દેવી જોઈએ.
‘કેસ નહીં… જનતાની સામે ગોળી મારી દો’
બાસિતે વધુમાં કહ્યું કે, ‘આ નિર્દોષ લોકો પોતાની રજાઓ માણવા ગયા હતા.’ કેવો જમાનો આવી ગયો છે, લોકો એવા કેવા બની ગયા છે કે તેમને ખ્યાલ જ નથી કે તેમનો પણ એક પરિવાર છે. જેણે પણ આ કર્યું છે, હું અલ્લાહને પ્રાર્થના કરું છું અને દરેક નમાઝમાં પ્રાર્થના કરીશ. તેના પરિવાર સાથે પણ આવું થવું જોઈએ. ભલે તે કોઈ પણ હોય. મેં બધાને મારું પોતાનું ઉદાહરણ આપ્યું છે. જો હું છું તો મને પણ. આ ખૂબ જ ખરાબ સમાચાર છે, જે કોઈ પણ આમાં સંડોવાયેલો છે, તેમની સામે કોઈ કેસ દાખલ થવો જોઈએ નહીં. તેને જનતાની સામે ગોળી મારી દેવી જોઈએ.