લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પાર રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ માં ચોથા દિવસે ભારતીય ક્રિકેટ ટીમ મુકાઈ છે મુશ્કેલી માં. ઘુમાવી 4 બેટ્સમેન ની વારાફરતી વિકેટ . ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવખત “બેટિંગ” માં કર્યા છે નિરાશ .
ભારતીય ક્રિકેટ ટીમ ચોથી ઇનિંગ માં રમવા ઉતારી ત્યારે એની સામે ફક્ત 193 રન નો લક્ષાંક ઇંગ્લેન્ડ ની ક્રિકેટ ટીમે મુક્યો હતો, ઓપિનિગ માં ઉતરેલા યશસ્વી જયસ્વાલે પોતાનું ખાતું ના ખોલી ને “ગોલ્ડન ડક ” એટલે કે “0” ના સ્કોર પાર આઉટ થયો. જોફરા આર્ચર ની બોલિંગ માં જેમી સ્મિથ ના હાથે થયો “કેચ આઉટ. કરુણ નાયર , કેપ્ટાન ગિલ અને આકાશદીપ સસ્તા માં એકંદરે 14,06, અને 1 રન બનાવી ને થયા આઉટ. કરુણ નાયર અને શુભમન ગિલ ને બ્રાયદાન કાર્સે “એલ.બી.ડબ્લ્યુ” કરી ને કાર્ય આઉટ જયારે આકાશદીપ ને ઇંગ્લેન્ડ ના કેપ્ટન બેન સ્ટોકે કર્યો ક્લીન બોલ્ડ.
193 ના સ્કોર ને ચેઝ કરવા ઉતારેલી ભારતીય ક્રિકેટ ટીમ દબાવમાં રમત રમી હોય એવું હાલ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ માં ચોથા દિવસે જોવા મળ્યું . બોલિંગ માં જેમ ભારતીય ક્રિકેટ ટીમેં “આક્રમકતા” દેખાડી એવી બેટિંગ માં કોઈ એંગલ થી “આક્રમકતા” જોવા ના મળી. ભારતીય ક્રિકેટ ટિમ ના અત્યાર ના સ્ટાર બેટ્સમેન તેમજ વિકેટ કીપિંગ કરી જાણે છે એવા કે.એલ.રાહુલ 47 બોલ માં 33 રન મારી ને દિવસ ના અંતે રહ્યા નાબાદ (નોટ આઉટ ).
ભારત ઈંગ્લેંડ વચ્ચે ત્રીજી ટેસ્ટમેચ બની રોમાંચક : 193 રન ના લક્ષ્યાંક સામે ભારતે 58 રણ માં 4 વિકેટ ઘુમાવતા હવે મેચ બની છે જોરદાર રોમાંચક. ઇંગ્લેન્ડ ના બોલરો એ બોલિંગ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ને 4 બેટ્સમેનો ને પેવેલિયન ભેગા કરી દીધા. જોફરા આર્ચર , કૅપ્ટન બેન સ્ટોક ને એક એક સફળતા મળી જયારે બ્રાયદાન કાર્સેને બે વિકેટ રૂપી સફળતા મળી હતી . આવતીકાલે એટલે કે 5 માં દિવસે ભારત “રન ” ચેઝ કરશે કે ઇંગ્લેન્ડ ભારત ને ઓલઆઉટ કરી ને મેચ જીતશે એ જોવા નું રહ્યું !