IND vs ENG Test Match : માન્ચેસ્ટર માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના બોલરોનું કંગાળ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે પ્રથમ ઈનિંગમાં 358 રનના સ્કોર નોંધાવ્યો હતો. આજે (25 જુલાઈ) ત્રીજા દિવસે ટેસ્ટ મેચ સ્ટમ્પ સુધીમાં ઈંગ્લેન્ડની ટીમે પહેલી ઇંનિંગમાં 544 રન બનાવ્યા અને 7 વિકેટ લીધી હતી. બેન સ્ટોક્સે 77 અને લિયામ ડૉસને 21 રન કરીને નોટ આઉટ રહ્યા હતા. હવે ઈંગ્લેન્ડની લીડ 186 રન થઈ ગઈ છે. જો રૂટની સદીના કારણે ઈંગ્લેન્ડ ટીમ ઈન્ડિયા સામે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. આ સાથે જો રૂટે માન્ચેસ્ટરના મેદાનમાં 1000 રન પુરા કરનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત તેણે રાહુલ દ્રવિડ અને કાલિસનો પણ રેકોર્ડ તોડ્યો છે.
મેચના દિવસે ઈંગ્લેન્ડના બેટર જો રૂટે સદી ફટકારી ઈતિહાસ રચ્યો છે. તે માન્ચેસ્ટરના મેદાનમાં 1000 રન બનાવનાર એક માત્ર ખેલાડી બની ગયો છે. બીજીતરફ ઈંગ્લેન્ડના બેટરોએ શરૂઆતથી જ વિસ્ફોટ બેટિંગ કરી રહ્યા છે, તો ટીમ ઈન્ડિયાના બોલરો વિકેટ લેવા માટે તરસી રહ્યા છે. ઈંગ્લેન્ડ તરફથી ઓપનિંગમાં આવેલા ઝેક ક્રાઉલીએ 84 રન, બેન ડુક્કેટે 94 રન, ઓલી પોપે 71 રન, હેરી બ્રુક ત્રણ રને આઉટ થયો છે, જ્યારે જો રૂટ અને સુકાની બેન સ્ટોક ક્રિઝ પર છે.
1. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન બાદ બીજા ક્રમે. પોન્ટિંગને પાછળ છોડ્યો
2. ટેસ્ટ ક્રિકેટમાં 38મી સદી ફટકારી સંગાકારાની બરાબરી કરી. સચિન, કાલિસ અને પોન્ટિંગ બાદ ચોથા ક્રમે
3. ભારત સામે સૌથી વધુ 12 ટેસ્ટ સદી ફટકારનારો બેટર બન્યો.
4. ઈંગ્લેન્ડમાં ભારત સામે 9મી સદી. ઘરઆંગણે કોઈ એક જ દેશ સામે સૌથી વધુ સદીનો બ્રેડમેનનો (8) રેકોર્ડ તોડ્યો.
5. 2021 બાદ માત્ર 4 વર્ષના ગાળામાં 21 સદી ફટકારી.
ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 358 રન નોંધાવ્યા હતા, જેમાં યશસ્વી જયસ્વાલ 58 રન, કે.એલ.રાહુલ 46 રન, સાઈ સુદર્શન 61 રન, શુભમન ગીલ 12 રન, રિષભ પંત 54 રન, રવિન્દ્ર જાડેજા 20, શાર્દુલ ઠાકુર 41, વોશિંગ્ટન સુંદર 27, અંશુલ કમ્બોજ શૂન્ય, જસપ્રિત બુમરાહ ચાર અને મોહમ્મદ સિરાઝ અણનમ પાંચ રન નોંધાવ્યા હતા.
ભારતની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી બેન સ્કોકે પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે જોફ્રા આર્ચરે ત્રણ, ક્રિષ વોક્સ અને લાઈમ ડેવસોને એક-એક વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડની વર્તમાન ટીમમાંથી જો રૂટ અને ક્રિસ વોક્સનો માન્ચેસ્ટરમાં ખૂબ સારો દેખાવ રહ્યો છે. રૂટે 11 ટેસ્ટની 19 ઇનિંગ્સમાં 65.20ની એવરેજથી 978 રન કર્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 254 છે. બીજી તરફ ક્રિસ વોક્સે આ ગ્રાઉન્ડમાં 7 ટેસ્ટમાં 17.37ની એવરેજથી 35 વિકેટ ખેરવી છે. આ ઉપરાંત વોક્સે 221 રન પણ નોંધાવ્યા છે.
ટેસ્ટના ચોથા દિવસે જો રૂટે સદી રેકોર્ડ તોડ્યો છે. તેણે ટેસ્ટમાં સૌથી વધુ રન કરવામાં રાહુલ દ્રવિડ અને કાલિસને પાછળ મૂકી ટોપ-ફાઈવમાં સ્થાન મેળવ્યું છે. મેચ પહેલા રૂટ 156 ટેસ્ટની 185 ઈનિંગ્સમાં 13259 રન સાથે છઠ્ઠા હતો, જ્યારે રાહુલ દ્રવિડ 164 ટેસ્ટની 286 ઈનિંગ્સમાં 13288 રન સાથે પાંચમાં સ્થાને અને કાલિસ 164 ટેસ્ટમાં 13289 રને ચોથા સ્થાને હતો. હવે રૂટે સદી ફટકારી દ્રવિડ અને કાલિસને રેકોર્ડ તોડ્યો છે.