ઇન્ડિયા–ઇંગ્લેન્ડ ક્રિકેટ ટેસ્ટ મેચ : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ખૂબ જ આક્રમક અંદાજમાં અને જુસ્સા જોવા મળી રહી છે. ગઈકાલે બીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલીની હરકતના કારણે સુકાની શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ સહિતના ખેલાડીઓ નારાજ થયા હતા, ત્યારે આજે ત્રીજા દિવસની રમતમાં ભારતીય ટીમના બોલર મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડને જોરદાર જવાબ આપ્યો છે. સિરાજે આજે ભરપૂર કોન્ફિડન્સ સાથે ઓલી પોપને આઉટ કર્યો છે. એટલું જ નહીં, તેણે જુસ્સા સાથે બેન ડક્કેતને પણ આઉટ કરી જોરદાર આક્રમક અંદાજ દેખાડ્યો છે.
VIDEO : મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) આજે પાંચમી ઓવરનાં પાંચમાં બોલે ઓલી પોપ (Ollie Pope)ને LBW આઉટ કર્યો હતો. આ દરમિયાન એમ્પાયરે પોપને નોટઆઉટ જાહેર કર્યો હતો, જેના કારણે સિરાજે કોમ્ફિડન્સ સાથે સુકાની ગિલ પાસે પહોંચી DRS લેવડાવ્યો હતો, જેમાં થર્ડ એમ્પાયરે પોપને આઉટ જાહેર કર્યા બાદ સિરાજ ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો.
VIDEO : ત્યારબાદ સિરાજની 11મી ઓવરના છેલ્લા બોલે બેન ડક્કેત (Ben Duckett) કેચ આઉટ થયો હતો, ત્યારે પણ સિરાજ ભરપૂર જુસ્સામાં જોવા મળ્યો હતો. સિરાજ ડક્કેત તરફ ધસી ગયો હતો અને બંનેના ખભા ટકરાયા હતા. સિરાજનું સેલિબ્રેશન ખૂબ જ આક્રમક હતું, જેના કારણે એમ્પાયરે તેને શાંત કરવો પડ્યો હતો.
ટેસ્ટનાં ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટર જેક ક્રાઉલીની હરકતના કારણે ભારતીય સુકાની શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ નારાજ થયા હતા. ક્રાઉલીએ ત્રીજા દિવસની રમત પૂર્ણ થાય તે પહેલા સમય બરબાદ કરવાની રણનીતિ અપનાવી હતી. મેચના સમય મુજબ ટીમ ઈન્ડિયા છેલ્લી ઘડીએ બે ઓવર નાખી શકી હોત, પરંતુ ક્રાઉલીની હરકતના કારણે એક જ ઓવર નાખી શકાઈ હતી. ઈંગ્લેન્ડ બીજી ઈનિંગ રમવા મેદાનમાં ઉતરી ત્યારે છ મિનિટનો સમય બચ્યો હતો, જેમાં બે ઓવર નાખી શકાતી હતી, પરંતુ ક્રાઉલીએ સમય બરબાદ કર્યો, ઓવરની પાંચમી બોલે તેને ઈજા પણ થઈ, જેના કારણે ભારતીય ટીમ માત્ર એક ઓવર જ નાખી શકી.
ભારતના ઓપનિંગ બેટ્સમેન કે.એલ.રાહુલે ક્રાઉલીનો બચાવ કરતા કહ્યું કે, ‘હું પોતે એક ઓપનર છું અને હું સમજી શકું છું કે, મેદાનમાં ક્રાઉલી શું કરી રહ્યો હતો. ત્રીજા દિવસની રમતના અંતે છેલ્લી પાંચ મિનિટમાં શું થયું, તે બધાને ખબર છે. જોકે તેને એક ઓપનર જ સારી રીતે સમજી શકે છે. ગિલનો ગુસ્સો પણ વ્યાજબી હતો. અમે ઈચ્છતા હતા કે, બે ઓવર નાખવામાં આવે. જોકે આવા સમયમાં બેટર માટે બે ઓવર રમવી મુશ્કેલ હોય છે. અમે તે તકની લાભ ઉઠાવવા માંગતા હતા.’
મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં જો રૂટના 104 રન, જેમી સ્મિથના 51 રન અને બ્રેડોન કાર્સના 56 રનની મદદથી 387 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે પાંચ, મોહમ્મદ સિરાજ અને નિતિશકુમાર રેડ્ડીએ બે-બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ભારતે પ્રથમ ઈનિંગમાં કે.એલ.રાહુલના 100 રન, રિષભ પંતના 74 રન અને રવિન્દ્ર જાડેજાના 72 રનની મદદથી 387 રન નોંધાવ્યા હતા. આ સમાચાર લખાઈ રહ્યા છે, ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 6 વિકેટે 170 રન નોંધાવ્યા છે.
Siraj takes the wicket, owns the moment! 🤫#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @mdsirajofficial pic.twitter.com/M9LtqaotCr
— Sony Sports Network (@SonySportsNetwk) July 13, 2025