ભારતીય ટીમના કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનારા ખેલાડીઓ
- વિજય હજારે – 164 રન અણનમ (ઇંગ્લેન્ડ સામે, વર્ષ 1951 દિલ્હી)
- સુનીલ ગાવસ્કર – 116 રન (ન્યૂઝીલેન્ડ સામે, વર્ષ 1976 ઓકલેન્ડ)
- વિરાટ કોહલી – 115 રન (ઓસ્ટ્રેલિયા સામે, વર્ષ 2014 એડિલેડ)
- ગિલે મન્સૂર અલી ખાન પટૌડીનો રેકોર્ડ તોડ્યોગિલે 25 વર્ષ અને 285 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી
શુભમન ગિલે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મન્સૂર અલી ખાન પટૌડીનો ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય કેપ્ટન તરીકે પચાસથી વધુ રન બનાવનારા સૌથી નાની ઉંમરના ખેલાડીનો રેકોર્ડ તોડ્યો છે. ગિલે 25 વર્ષ અને 285 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે, જ્યારે મન્સૂર અલી ખાન પટૌડીએ 1967માં ભારતીય ટીમની કેપ્ટનશીપ દરમિયાન 26 વર્ષ અને 174 દિવસની ઉંમરે ઇંગ્લેન્ડમાં પચાસથી વધુ રનની ઇનિંગ રમી હતી.