Hardik Pandya And Jasmin Walia: ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર તેના અંગત જીવનને લઇને ચર્ચામાં છે. છેલ્લા
કેટલાક મહિનાઓથી તેનું નામ મોડેલ જાસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન જાસ્મીન સ્ટેડિયમમાં જોવા મળી હતી અને તે મુંબઈ ઈંડિયન્સની ટીમની બસમાં પણ સ્પોટ થઈ હતી. જેને લઈને તેની હાર્દિક સાથેના અફેરની ચર્ચાઓ થવા લાગી હતી. પણ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે તે બંનેનું બ્રેકઅપ પણ થયું છે.
બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો
એક યુઝરે રેડિટ પર માહિતી આપી હતી કે, બંનેએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા છે અને લખ્યું કે, ‘હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાએ એકબીજાને અનફોલો કરી દીધા છે? શું ચાલી રહ્યું છે?’ આ પોસ્ટ બાદથી બંનેના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા છે. જોકે, હાર્દિક અને જાસ્મીને પહેલાં ક્યારેય સત્તાવાર રીતે તેમના રિલેશનની પુષ્ટિ કરી નથી.
બંનેના ગ્રીસ યાત્રાના ફોટા વાઇરલ થયા હતા
હાર્દિક પંડ્યાનું નામ જાસ્મીન વાલિયા સાથે ત્યારથી જોડાયું જ્યારે તે બંનેના ગ્રીસ યાત્રાના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. તે ઉપરાંત, જાસ્મીન ઘણીવાર હાર્દિકની મેચોમાં ચીયર કરતી જોવા મળતી હતી. તે દુબઈમાં યોજાયેલી ભારત-પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 મેચમાં સ્ટેન્ડમાં ઉભી રહી હાર્દિકને ચીયર કરતી જોવા મળી હતી.
કોણ છે મોડેલ જાસ્મીન વાલિયા?
જાસ્મીન એક બ્રિટિશ સિંગર અને મોડેલ છે. તેનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો છે, પરંતુ તેના માતા-પિતા ભારતીય છે. જાસ્મીનને રિયાલિટી ટીવી સીરિઝ, ધ ઓનલી વે ઇઝ એસેક્સ (TOWIE)થી લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ તેણે પોતાની એક યૂટ્યૂબ ચેનલ શરૂ કરી, જ્યાં તે બીજાના ગીતો પર પોતાનો અવાજ આપી વીડિયો અપલોડ કરતી હતી. તે સિવાય કાર્તિક આર્યનની ફિલ્મ ‘સોનૂ કે ટિટૂ કી સ્વીટી’નું ‘બૉમ ડિગી ડિગી’ ગીત પણ જાસ્મીને જ ગાયું છે. જણાવી દઈએ કે, જાસ્મીન અથવા હાર્દિકમાંથી કોઈએ પણ ડેટિંગ કે બ્રેકઅપની અફવાઓ પર પ્રતિક્રિયા આપી નથી.