‘જરા યાદ કરો એ કુરબાની…’, દિગ્ગજ ભારતીય ક્રિકેટરે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચનો બહિષ્કાર કરવા કરી માગ

By: Krunal Bhavsar
13 Aug, 2025

હરભજન સિંહ9 સપ્ટેમ્બરથી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થવા જઈ રહી છે. ભારતની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે છે, જ્યારે બીજી મેચ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે છે. જોકે, પહલગામ આતંકી હુમલા અને તેના જવાબમાં ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.

આ મુદ્દે રાજકીય પક્ષો તેમજ રમત ગમત (સ્પોર્ટ્સ) ના ખેલાડીઓ પણ અવાજ ઉઠાવી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ તો સંસદમાં પણ આ મેચ રદ કરવાની માંગ કરી હતી. એક દિવસ પહેલા જ શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ પણ BCCI અને સરકારની ઝાટકણી કાઢી હતી. હવે ઓફ-સ્પિનર ​​અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે પણ ક્રિકેટ બહિષ્કાર કરવાની વાત માં ઝંપલાવ્યું છે, તેમને કહ્યું છે કે એશિયા કપ માં ભારતીય ક્રિકેટ ટીમેં પાકિસ્તાન સામે ની મેચ માં ના રમી ને એનો બહિષ્કાર કરવો જોઈએ. પહેલગામ હુમલા માં જે નિર્દોષ લોકો આતંકવાદી હુમલા નો ભોગ બન્યા હતા એમનીકુરબાનીને યાદ કરો ભૂલી ના જાઓ.

પાકિસ્તાન સામે મેચ રદ કરવાની હરભજન સિંહની માંગ

એક ઇન્ટરવ્યુમાં હરભજન સિંહે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા બહાદુર જવાનોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવો જોઈએ. લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી. આપણે તેમને આટલું મહત્ત્વ કેમ આપીએ છીએ? આપણા જવાનો ઘરે પાછા આવતા નથી અને આપણે ક્રિકેટ રમવા જઈએ છીએ? મારા માટે આપણા દેશનો એ જવાન જે સરહદ પર ઊભો છે, તેમના પરિવારો જે ઘણી વાર તેમને જોઈ પણ શકતા નથી, તેઓ ઘરે પાછા ફરી શકતા નથી – તેઓ આપણા બધા માટે આટલું મોટું બલિદાન આપે છે. તો આ તો બહુ નાની વાત છે કે આપણે એક ક્રિકેટ મેચ ન છોડી શકીએ.’

ભજ્જીએ વધુમાં કહ્યું કે, ‘આપણી સરકારનું પણ એ જ વલણ છે કે લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં. દેશ સૌથી પહેલા આવે છે. ક્રિકેટ મેચ ન રમવી એ દેશ સામે બહુ સામાન્ય બાબત છે. મને આશા છે કે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરશે.’

પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચનો બહિષ્કાર કરવા માગ 

હાલમાં જ યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સ(WCL)માં પણ હરભજન સિંહ ‘ઇન્ડિયા લિજેન્ડ્સ’ ટીમનો ભાગ હતા. તે ટુર્નામેન્ટમાં ટીમે પાકિસ્તાન લિજેન્ડ્સ સામે માત્ર લીગ સ્ટેજની જ નહીં, પરંતુ સેમિફાઇનલ મેચનો પણ બહિષ્કાર કર્યો હતો.

હરભજન સિંહ ઉપરાંત યુવરાજ સિંહ, શિખર ધવન, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, સુરેશ રૈના જેવા દિગ્ગજ ક્રિકેટરોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમના માટે દેશ સૌથી પહેલા આવે છે. જો ફાઇનલ મેચ પણ પાકિસ્તાન સામે હોત તો પણ આપણે રમ્યા ન હોત.


Related Posts

Load more