‘બેઝબોલ’ની સાવ વિરુદ્ધ ઇંગ્લિશ ટીમ ની ધીમી શરૂઆત : જોઈ રૂટ 99 રને અણનમ રહ્યો, પહેલા દિવસે ખૂબ જ ધીમા રમ્યા; ભારતીય બોલર્સે 4 વિકેટ ઝડપી

By: Krunal Bhavsar
10 Jul, 2025

લોર્ડ્સ ટેસ્ટનો પહેલો દિવસ ઇંગ્લિશ ટીમના નામે ગયો. ભારત સામે દિવસની રમતના અંત સુધીમાં ટીમે 4 વિકેટે 251 રન બનાવ્યા. જો રૂટ 99 અને બેન સ્ટોક્સ 39 રન બનાવીને અણનમ રહ્યા. બંનેએ પાંચમી વિકેટ માટે 170 બોલમાં અણનમ 79 રનની ભાગીદારી કરી છે. રૂટ તેની 37મી ટેસ્ટ સદીથી એક રન દૂર છે.

ગુરુવારે લંડનના લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. 44 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવ્યા બાદ, ઓલી પોપ અને જો રૂટની જોડીએ ઇનિંગની કમાન સંભાળી. ટીમે દિવસના બીજા સેશનમાં કોઈ વિકેટ ગુમાવી ન હતી. છેલ્લા સેશનમાં, રૂટ અને સ્ટોક્સે અણનમ 79 રનની ભાગીદારી સાથે ઇંગ્લિશ ટીમને આગળ ધપાવ્યું.

ઓલી પોપ 44, બેન ડકેટ 23, ઝેક ક્રોલી 18 અને હેરી બ્રુક 11 રન બનાવીને આઉટ થયા. ભારત માટે નીતિશ કુમાર રેડ્ડીએ 2 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી.

રૂટની બેટિંગ સાથે સંબંધિત 2 ફેક્ટ્સ

  • રૂટે ભારત સામે 3 હજાર રન પૂરા કર્યા છે. તેણે આ ઇનિંગનો 44મો રન બનાવતા આ સિદ્ધિ હાંસલ કરી છે.
  • રૂટે લોર્ડ્સ સ્ટેડિયમમાં 2 હજાર રન પૂરા કર્યા છે. તેણે 51મી ઓવરમાં જાડેજાના બોલ પર આ સિદ્ધિ હાંસલ કરી છે.

Related Posts

Load more