રિષભ પંત થયો ઘયલ :વોક્સનો યોર્કર પગમાં વાગતા દર્દથી પીડાતા મેડિકલ મદદની જરૂર પડી; પહેલા દિવસે ભારતનો સ્કોર 264/4

By: Krunal Bhavsar
24 Jul, 2025

ind vs eng test : માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે ભારતે ઇંગ્લેન્ડ સામે 4 વિકેટ ગુમાવીને 264 રન બનાવી લીધા છે. બુધવારની રમતના અંતે રવીન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર 19-19 રન પર અણનમ પાછા ફર્યા.

દિવસના છેલ્લા સેશનમાં, સાઈ સુદર્શન (61 રન)એ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારી. સુદર્શન ઉપરાંત, ઓપનર યશસ્વી જયસ્વાલે 58, કેએલ રાહુલે 48 અને રિષભ પંતે 37 રન બનાવ્યા.

રિષભ પંત જમણા પગના અંગૂઠામાં ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થયો. ક્રિસ વોક્સનો યોર્કર બોલ તેના શૂઝ પર વાગ્યો. તેને સ્ટ્રેચર વાન પર મેદાનની બહાર લાવવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે 2 વિકેટ લીધી. ક્રિસ વોક્સ અને લિયામ ડોસનને એક-એક વિકેટ મળી. દિવસના પહેલા સેશનમાં, ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. ફાસ્ટ બોલર અંશુલ કંબોજ ભારત માટે પોતાની ડેબ્યૂ મેચ રમી રહ્યો છે. તેને ભૂતપૂર્વ વિકેટકીપર બેટર દીપ દાસગુપ્તાએ ટેસ્ટ કેપ આપી હતી.

ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ:

  • 51 વર્ષ પછી, કોઈ ભારતીય ઓપનરે માન્ચેસ્ટરમાં અડધી સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલ (58 રન) પહેલા, સુનીલ ગાવસ્કર (101 રન, 58 રન)એ 1974માં ઇંગ્લેન્ડ સામે ફિફ્ટી ફટકારી હતી.
  • કેએલ રાહુલ 46 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ઇંગ્લેન્ડમાં 1000 રન પૂરા કર્યા. તે આવું કરનાર પાંચમો ભારતીય બેટર બન્યો. તેની પહેલા તેંડુલકર, દ્રવિડ, ગાવસ્કર અને કોહલીએ આવું કર્યું છે.
  • રિષભ પંતે ઈંગ્લેન્ડમાં 1000 રન પૂરા કર્યા છે. તે ઇંગ્લેન્ડની પીચ પર 1000 થી વધુ રન બનાવનાર પ્રથમ વિદેશી વિકેટકીપર બેટર બન્યો છે.

 


Related Posts

Load more