ભારતીય ટીમનો તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 5 વિકેટથી પરાજય થયો છે. આ સાથે, ટીમ 5 મેચની સિરીઝમાં 0-1 થી પાછળ પડી ગઈ છે. સિરીઝની બીજી મેચ 2 જુલાઈથી બર્મિંગહામમાં રમાશે.
મંગળવારે લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચના છેલ્લા દિવસે, ઇંગ્લેન્ડને 350 રન બનાવવાના હતા, જે ટીમે 5 વિકેટ ગુમાવીને ચેઝ કર્યા. બેન ડકેટે 149 અને જેક ક્રોલીએ 65 રન બનાવ્યા. બેન સ્ટોક્સે 33 રન બનાવ્યા. ભારત તરફથી શાર્દૂલ ઠાકુર અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે-બે વિકેટ લીધી.
ભારતે ઇંગ્લેન્ડ ટીમને 371 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 465 અને ભારત 471 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતને પ્રથમ ઇનિંગમાં 6 રનની લીડ મળી હતી. મેચમાં ભારતીય ટીમે 9 કેચ છોડ્યા હતા. ટીમે પ્રથમ ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 3 કેચ છોડ્યા હતા.
ભારતના 371 રનના ટાર્ગેટને ઇંગ્લેન્ડે બેન ડકેટ અને ક્રાઉલી બાદ રૂટની શાનદાર ઇનિંગના દમ પર સરળતાથી ચેજ કરી લીધો. બુમરાહ, સિરાજ અને જાડેજા જેવા દિગ્ગજોથી સજેલી બોલિંગ સંપૂર્ણ મુકાબલામાં વિકેટ માટે તરસતી રહી. અંતે 5 મેચોની સીરિઝમાં યજમાન ટીમ હવે 1-0થી આગળ છે.