સ્કાય ડાઈવર બોમગાર્ટનરનું પેરા ગ્લાઈડિંગ અકસ્માતમાં મોત, ‘અંતરિક્ષ’માંથી પણ કૂદકો મારી ચૂક્યો હતો

By: Krunal Bhavsar
18 Jul, 2025

Italy skydiver dies while paragliding: ઓસ્ટ્રિયાના ઓસ્ટ્રિયાના પ્રોફેશનલ જમ્પર ફેલિક્સ બોમગાર્ટનરનું 17 જાન્યુઆરીના રોજ ઇટાલીમાં એક પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં નિધન થયું છે. તેની ઉંમર 56 વર્ષ હતી. ઇટાલીના પોર્ટો સેન્ટ’એલ્પિડિયોમાં ઉડાન ભરતી વખતે તેણે તેના મોટરાઇઝ્ડ પેરાગ્લાઇડર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. આ દરમિયાન તે એક હોટેલના સ્વિમિંગ પૂલ પાસે જમીન પર પટકાયો હતો, જેમાં તેનું નિધન થયું હતું.

ફેલિક્સ બોમગાર્ટનરે 2012માં ખૂબ ઊંચાઈએથી બલૂન દ્વારા જમીન પર કૂદકો માર્યો હતો. આવું કરનારો તે વિશ્વનો પહેલો સ્કાયડાઇવર હતો. બોમગાર્ટનરે 16 વર્ષની ઉંમરે જ બેઝ જમ્પિંગ, પેરા જમ્પિંગ અને સ્કાય ડાઇવિંગ શરૂ કર્યું હતું.

આરોગ્યની સમસ્યાને કારણે થયુ મોત – મેયર

પોર્ટો સેન્ટ’એલ્પિડિયોના મેયર માસિમિલિયાનો સિયારપેલાએ કહ્યું કે ‘ફેલિક્સને ઉડાન દરમિયાન અચાનક કોઈ આરોગ્યની સમસ્યા થઈ હશે, જેના કારણે તેણે નિયંત્રણ ગુમાવી દીધું હોવાથી આ દુર્ઘટના ઘટી.’

આ દરમિયાન મેયરે આખા શહેર વતી ફેલિક્સના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ‘ફેલિક્સના અવસાનથી આખું શહેર દુઃખી છે. જો કે, હજુ સુધી દુર્ઘટનાના સ્પષ્ટ કારણોની પુષ્ટિ થઈ શકી નથી.’

અંતરિક્ષમાંથી બલૂન દ્વારા લગાવી છલાંગ 

ઓક્ટોબર 2012માં ઓસ્ટ્રિયાના પેરા જમ્પર  ફેલિક્સ બોમગાર્ટનરે ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને પૃથ્વીથી 24 માઇલ (38 કિમી)ની ઊંચાઈએથી બલૂન દ્વારા કૂદકો મારીને વિશ્વ વિક્રમ રચ્યો હતો. આવું કરનારો તે દુનિયાનો પહેલો સ્કાય ડાઇવર છે. આ દરમિયાન તે ધ્વનિની ગતિ કરતાં પણ વધુ ગતિથી પૃથ્વી તરફ આવ્યો હતો. આ ગતિ સામાન્ય રીતે પ્રતિ કલાક 690 માઇલથી વધુ હોય છે. આ છલાંગ તેણે 14 ઓક્ટોબર, 2012ના રોજ લગાવી હતી. અગાઉ 65 વર્ષ પહેલા 14 ઓક્ટોબર 1947ના રોજ, અમેરિકન પાઇલટ ચક યેજરે પહેલી વાર ધ્વનિની ગતિને હરાવી હતી.

તાનાશાહી શાસન પ્રણાલીનું સમર્થન

ફેલિક્સ બોમગાર્ટનર ઓસ્ટ્રિયામાં સરમુખત્યારશાહીના સમર્થનની સાથે તેના વિચારોને લઈને પણ ઘણાં વિવાદોમાં રહેતો હતો. રિપોર્ટ્સ પ્રમાણે તેનો 2010માં સાલ્ઝબર્ગ નજીક ટ્રાફિક જામના કારણે એક ગ્રીક ટ્રક ડ્રાઇવર સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેણે ટ્રક ડ્રાઇવરના ચહેરા પર મુક્કો માર્યો હતો. ત્યાર પછી બોમગાર્ટનરને આ દંડ માટે 1,500 યુરોનો દંડ પણ ચૂકવવો પડ્યો હતો

 


Related Posts

Load more