Sikkim Election Result 2024:CM તમંગની પાર્ટીને સિક્કિમમાં જબરદસ્ત જીત મળી

By: nationgujarat
02 Jun, 2024

સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. સિક્કિમ ક્રાંતિકારી મોરચા એટલે કે SKM ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. રાજ્યની 32 બેઠકોમાંથી, SKMએ 31 બેઠકો પર મોટી જીત મેળવી છે, જ્યારે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે SDFએ એક બેઠક જીતી છે.

સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ને સતત બીજી વખત મોટી જીત મળી છે. ભાજપ, કોંગ્રેસ અને સિટીઝન એક્શન પાર્ટી-સિક્કિમ (CAP-S)ને તેમના ખાતામાં એક પણ સીટ મળી નથી. પ્રથમ તબક્કામાં સિક્કિમની 32 વિધાનસભા બેઠકો પર 19 એપ્રિલે મતદાન થયું હતું. વિધાનસભાની સાથે સિક્કિમની એક લોકસભા બેઠક માટે પણ મતદાન થયું હતું, જેના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.

તમંગ 2019માં રાજ્યના છઠ્ઠા સીએમ બન્યા

પ્રેમ સિંહ તમાંગ હાલમાં સિક્કિમના મુખ્યમંત્રી છે. તેઓ 2019માં રાજ્યના છઠ્ઠા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. પ્રેમ સિંહ તમંગ પશ્ચિમ સિક્કિમથી આવે છે અને 1990 ના દાયકાની શરૂઆતથી રાજકારણમાં સક્રિય છે. 1993માં પ્રેમ સિંહ તમંગ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)માં જોડાયા અને 1994માં ચકુંગ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને વિધાનસભા પહોંચ્યા. આ પછી તેઓ રાજ્ય સરકારમાં મંત્રી પણ બન્યા અને 2009 સુધી કેબિનેટ મંત્રી રહ્યા.

ગત ચૂંટણીમાં 17 બેઠકો જીતી હતી

પ્રેમ સિંહ તમંગ લગભગ 16 વર્ષ સુધી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)માં હતા. આ પછી તેણે બળવો કર્યો. 2013 માં, પ્રેમ સિંહ તમંગે સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) ની રચના કરી અને 2019 માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી. 2019 માં, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે રાજ્યની 32 માંથી 17 બેઠકો પર જબરદસ્ત જીત મેળવી હતી. આ પછી પ્રેમ સિંહ તમાંગ રાજ્યના સીએમ બન્યા. હવે તેમની પાર્ટીને બીજી વાર જંગી જીત મળી છે.


Related Posts