શ્વેતા તિવારી આજકાલ ટીવી જગતની સૌથી જાણીતી અને સોશિયલ મીડિયામા સતત છવાયેલી એકટર છે. શ્વેતા તિવારીએ તેની એક્ટીગથી ઓડિયન્સમા એક અદભૂત છાપ છોડી છે. ટીવી સિરિયલમા એકતા કપુરે જે શો બહાર પાડયા હતા તેનાથી ઘણા એકટર તો સ્ટાર બન્યા છે તેમા શ્વેતા તિવારીનુ પણ નામ સામેલ છે. શ્વેતા તિવારીએ કસોટી જીદંગીકી સિરિયલથી એટલી ફેમસ થઇ છે કે આજકાલ સોશિયલ મીડિયામા તે ધુમ મચાવે છે. શ્વેતા તિવારીને સિરિયલમા સારા કામ બદલ હવે તો બોલિવુડની મુવીમા પણ કામ મળતુ થયું છે. સ્ટાર કલાકારે તેની ટીવીના એ ગોલ્ડન દિવસોને યાદ કર્યા છે જેમા ટીવી ઇન્ડસ્ટ્રીમા તેના સ્ટ્રગલ અને શુટીગની વિગત વિશે પણ જણાવ્યું છે.
72 કલાકનુ થતુ શુટીંગ
શ્વેતા તિવારીએ તેના જૂના દિવસોને યાદ કરતા કહ્યુ કે કસોટી ઝીદગી સિરિયલના શુટીગ સમયે તે સતત 72 કલાક સુધી શુટીગ કરતા શુટીંગ દરમ્યાન એટલા વ્યસ્ત હોઇએ કે સુવાનો સમય પણ ન મળે. 30 દિવસનો મહિનો હોય પણ અમને 45 દિવસ કામ કર્યાનો ચેક મળતો હતો. સવાર સાત થી સાંજે સાત વાગ્યા સુધી શિફટ હોય અને ફરી સાંજે સાત થી સવારે સાત વાગ્યા સુધીની શિફટમા ફરી કામ કરતા હતા અમે.
શ્વેતા તિવારીએ પ્રોડયુસર એકતા કપુર વિશે વાત કરતા જણાવ્યું કે, સતત શુટીગમા વ્યસ્ત ફકત અમે કલાકારો જ નહી પણ પ્રોડયુસર એકતા કપુર પણ એટલી જ મહેનત કરતા હતા એકતા કપુર પાસે તે સમયે 22 શો હતા તે પણ ઓછા સમય આરામ કરતા. આટલા વ્યસ્ત સમયમા પણ એકતા કપુરને અમે ફોન કરતા તો પહેલી રીંગમા જ ફોન રિસિવ થતો. ફોન પણ ઘણી વાર એકતા કપુર સાથે સીન સમજયા છીએ.
એકતા કપુર જ્યારે ફોન પર સીન સમજાવે ત્યારે એમ લાગે કે આપણા કરતા તે સારુ પ્રદર્શન કરી શકે છે. એકતા ખાલી ફેમસ થવા જ નહી પણ પોતાના શોને સફળ બનાવવા માટે તે સતત મહેનત કરતી હતી. એકતા કપુર તેની ક્રીએટીવીટ અને વિચાર રજૂ કરવા શો તૈયાર કરતી હતી. અત્યારે તો ટીઆરપી માટે શો થાય છે જે લોકોને જોવુ ગમે તેના પર શો બને છે ખરેખર તેમ ન હોવુ જોઇએ.
એકતા કપુર 17 વર્ષ પછી ક્યુકી સાસ ભી કભી બહુથી શો ની બીજી સિઝન લાવા જઇ રહ્યા છે જે 29 જુલાઇથી સ્ટાર પ્લસમા આવશે. સિરિયલમા સ્મૃતિ ઇરાની, અમર ઉપાધ્યાય,હિતેન તેજવાની સહિતના જૂના સ્ટાર પણ જોવા મળશે જેને જોવા ઓડિયન્સ ઘણી ઉત્સાહી છે.