Related Posts
Ahmedabad News : સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામે IPS અધિકારી રવિન્દ્ર પટેલના ઘરે સેબીએ દરોડા પડ્યા છે. IPS ઓફિસર રવિન્દ્ર પટેલના ઘરે સર્ચ ઓપરેશન ચલાવ્યું. નાણાંકીય લેવડદેવડ મામલે SEBIના અધિકારી દ્વારા પૂછપરછ કરાઈ છે.. રવિન્દ્ર પટેલ 2016ની બૅચના IPS અધિકારી છે
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના Ips ઑફિસર રવિન્દ્ર પટેલના મૂળ વતનમાં સેબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રવિન્દ્ર પટેલ 2016 ના ips ઑફિસર છે. IPS રવિન્દ્ર પટેલના પિતા ડીએન પટેલ ગુજરાતના પૂર્વ ips રહી ચૂક્યા છે. સાબરકાંઠામાં સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રવિન્દ્ર પટેલના પત્ની, પૂર્વ ips ડી એન પટેલ અને રવિન્દ્ર પટેલના સાળાની પૂછપરછ કરવામાં આવી હતી.