Ahmedabad Alcohol party news : અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે(20 જુલાઈ) મોડી રાત્રે હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હતી જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવકો અને 26 યુવતીઓ આમ કુલ 39 લોકો દારૂ પીધો હતો.રિયલ એસ્ટેટે સાથે સંકળાયેલા પ્રતિક સંઘવીની બર્થ ડે પાર્ટી નીમીત્તે દારૂ પાર્ટી યોજાયી હતી તેવો અહેવાલ છે.
રિસોર્ટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે 100 લોકો હાજર હતા.શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે 100માંથી 13 યુવકો અને 26 યુવતીઓ દારૂ પીધેલી હાલત હતા. કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા.રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની બર્થ ડે પાર્ટી નિમિતે દારૂ પાર્ટી યોજાઈ હતી.
એવી માહિતી છે કે પોલીસે લગભગ 26 યુવતીને ફક્ત નોટિસ આપીને છોડી મૂકી હતી જ્યારે બાકીના યુવાનોના મેડિકલ ટેસ્ટ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે 100 જેટલા યુવક-યુવતીઓે સાણંદથી લગભગ 8 થી 9 કિ.મી. દૂર ગ્લેડ વન નામના એક રિસોર્ટમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે. અહીં દારૂ પાર્ટી ચાલી રહી હતી. જેમાં પોલીસની ટીમ ત્રાટકતાં અફરા તફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સંઘવીની બર્થડે પાર્ટી ચાલી રહી હતી. જેમાં ઘણાં લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. પોલીસની આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. જેમાં તમામને પોલીસની ગાડીઓમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. પોલીસની 4 બસ અને ગાડીમાં તમામને બેસાડીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં દારૂ પીધેલા લોકો ઝડપાયા હોવાથી મોડી રાતથી સવાર સુધી પોલીસની કાર્યવાહી ચાલી હતી. યુવક-યુવતીઓ પણ મોટી સંખ્યામાં ઝડપાયા હોવાથી લોકોના પરિવાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ધરપકડ કરાયેલા લોકોમાં કોણ કોણ સામેલ?
1. જીમીત જયેશભાઈ શેઠ (35), સરગાસણ, ગાંધીનગર
2. હર્ષ જયેશભાઈ શેઠ (35), સરગાસણ, ગાંધીનગર
3. ભાવેશ રામનરેશ કથિરીયા (26), રામોલ, અમદાવાદ
4. પ્રતિક સુરેશ જાટ (37), નાસિક, મહારાષ્ટ્ર
5. કુશલ કિરીટભાઈ પ્રજાપતિ (23), ઓઢવ ગામ, અમદાવાદ
6. દીપ ચંદ્રકાંતભાઈ વડોદરિયા (24), નવાવાડી, અમદાવાદ
7. રાજન ગોપાલભાઈ સોની (30), નવી મુંબઈ, મહારાષ્ટ્ર
8. રોનિત રાજેશભાઈ પંચાલ (32), ન્યુ રાણીપ, અમદાવાદ
9. નોમાન મુખ્તાર શેખ (21), સરખેજ, અમદાવાદ
10. જય પિયુષભાઈ વ્યાસ (વ્યવસાય તરીકે સૂચિબદ્ધ), સરગાસણ, ગાંધીનગર
11. મહાવીરસિંહ વિક્રમસિંહ સોલંકી (21), ઓઢવ, અમદાવાદ
12. યશ ધનશ્યામભાઈ જાટ સેન (વ્યવસાય તરીકે સૂચિબદ્ધ વ્યવસાય), બાપુનગર, અમદાવાદ