અમરેલી APMCમાં 45 ક્વિન્ટલ કેસર કેરીની આવક, જાણો લેટેસ્ટ ભાવ

By: nationgujarat
22 May, 2024

અમરેલી: કેસર કેરીની આવક બજારમાં થઇ રહી છે. આવકમાં વધઘટ થઇ રહી છે. તેમજ ભાવમાં પણ વધ ઘટ થઇ રહી છે. ઉનાળાની શરૂઆત થતા બજારમાં કેરી દેખાવા લાગી છે. હાલ બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરી દેખાઇ રહી છે. અમરેલી જિલ્લામાં કેસર કેરીનું આગમન થયું છે.અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ 1000 રૂપિયાથી 2000 રૂપિયા સુધી પહોંચ્યો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ભાવમાં 20 કિલોએ 200 રૂપિયાનો ઘટાડો અને હાફૂસ કેરીમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.અમરેલી જિલ્લોએ કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે.અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે અને હાલ કેસર કેરીને આવક શરૂ થઈ છે.અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. 45 ક્વિન્ટલ કેસર કેરીની આવક શરૂ થઈ છે. કેસર કેરીનો ભાવ 1000 રૂપિયાથી 2000 રૂપિયા સુધી નોંધાયો હતો. સરેરાશ ભાવ 1800 નોંધાયો હતો. હાલો કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે.અમરેલી જિલ્લામાં હાફૂસ કેરીની પણ આવક નોંધાય છે. હાફૂસ કેરીનો ભાવ 1600  રૂપિયા થી 2200 રૂપિયા નોંધાયો હતો અને સરેરાશ ભાવ 2000 રૂપિયા નોંધાયો હતો. 5 ક્વિન્ટલ હાફૂસ કેરીની આવક નોંધાઈ હતી. અમરેલી જિલ્લામાં 7000 હેક્ટર આવવાનું વાવેતર છે અને મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરી અને ગુજરાત બહારના રાજ્યમાં મોકલવામાં આવે છે. જેથી મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક કરી અને લાખો રૂપિયાની આવક પણ મેળવે છે.અમરેલી જિલ્લામાં સીઝનની પ્રથમ કેસર કેરીનું આગમન થતાં કેસર કેરીના રસિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. 20 કિલોનો ભાવ 1000 રૂપિયાથી 2000 રૂપિયા સુધી નોંધાયો છે અને હાલ કેરીની આવક શરૂ થતાની સાથે જ કેરીની નિકાસ પણ શરૂ થઈ છે.


Related Posts

Load more