અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને એક વર્ષ પહેલા 9 લોકોના જીવ લેનાર નબીરા તથ્ય પટેલના જામીન ના મંજૂર કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ઝટકો આપ્યો હતો. તથ્ય પટેલની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
રાજ્ય સરકારનું કોર્ટમાં સોગંદનામાં કહેવામાં આવ્યું હતું કે આરોપી અકસ્માત કરવાની ટેવ વાળો છે, તેને જામીન આપશો નહીં. અકસ્માતમાં ભોગ બનનાર ઈજાગ્રસ્ત હજુ બોલી શકતો નથી
પોલીએ તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી છે, આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડાં કરી શકે છે. તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજના અકસ્માત પહેલા પણ એક અકસ્માત સર્જાયો હતો. તથ્ય પટેલે સિંધુભવન ખાતેની એક રેસ્ટોરેન્ટ પાસે થાર કારનો અકસ્માત કરી ચૂક્યો હતો.
નાઈટ લાઇફનો શોખીન તથ્ય પટેલે 19, જુલાઈ – 2023ના રોજ પોતાના મિત્ર પાસે મેળવેલી જેગુઆરને 150ની સ્પીડે બેફામ હંકારીને નવ નિદોર્ષ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.